Porbandar : માછીમારો ઓનલાઇન રજીસ્ટ્રેશનના નિયમથી મુશ્કેલીમાં મુકાયા, હાલ પૂરતી વ્યવસ્થા સ્થગિત

|

Mar 04, 2022 | 9:25 PM

ફિશરમેનો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું અઘરૂં પડશે કેમકે અનેક માછીમારો 10 ધોરણ પણ ભણેલા નથી.તો અંગ્રેજીમાં આ ફોર્મ એ પણ મોબાઈલ પર કેવી ભરશે તે પ્રશ્ન છે.

પોરબંદરના(Porbandar)આ માછીમારો(Fisherman)ગમે એવા તોફાની દરિયામાં જઈને માછલીઓ પકડી લાવી શકે એમ છે પરંતુ એમના માટે ફિશરીઝ વિભાગે કાંટા જેવી મુસીબત ઉભી કરી છે.ફિશીંગમાં જતા પહેલા હવે માછીમારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન(Online Registration)ફરજિયાત કરવું પડશે.પરંતુ બોટ માલિકોનું કહેવું છે કે ફિશરમેનો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું અઘરૂં પડશે કેમકે અનેક માછીમારો 10 ધોરણ પણ ભણેલા નથી.તો અંગ્રેજીમાં આ ફોર્મ એ પણ મોબાઈલ પર કેવી ભરશે તે પ્રશ્ન છે.તો બીજી તરફ આ અંગે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં તેઓ કેમેરાથી દૂર ભાગતા દેખાયા.વિગતો આપવાની તૈયારી બતાવતા અધિકારીઓ ગોળગોળ જવાબ આપી માછીમારોના અવેરનેસની વાત કરે છે.બીજી તરફ માછીમારોની ઉગ્ર રજૂઆતો જોતાં હાલ તો એક મહિના પૂરતી ઓનલાઈન સિસ્ટમ સ્થગિત કરી દેવાઈ છે.

ઓનલાઈન સિસ્ટમનો માછીમારોમાં વિરોધ

જેમાં અંદરખાને આગેવાનો અને માછીમારોમાં વિરોધ છે.પરંતુ સરકારની નીતિ સામે તેમની રજૂઆતની કોઈ અસર થશે કે કેમ તે એક સવાલ છે..ઓનલાઈન ટોકન માટે સજ્જ થવા માટે પણ તેમને સમય જોઈશે.રાતોરાત પરિવર્તન શક્ય નથી.ત્યારે આ પ્રશ્નનો શું ઉકેલ નીકળે છે તેની પર માછીમારોની નજર છે.

આ પણ વાંચો :  Rajkot : પ્રેમિકાની હત્યા કરી યુવક કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યો, આત્મહત્યાની કોશિશ કરી

આ પણ વાંચો :  MORBI : વાંકાનેરના રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાનો રાજતિલક વિધિ મહોત્સવ, સંતો-મહંતો, ક્ષત્રિય આગેવાનો જોડાયા

Published On - 9:23 pm, Fri, 4 March 22

Next Video