PORBANDAR : રાણાવાવની સોરાષ્ટ્ર કેમિકલ્સ હાથી સિમેન્ટ ફેક્ટરીની ચીમની રીપેરીંગ દરમિયાન માચડો પડતા 6 શ્રમિકો દટાયા હતા.જેમાંથી 3 જીવિત મળી આવ્યાં છે, તો 3 ના મૃતદેહ મળી આવ્યાં છે.
ગઈકાલે 12 ઓગષ્ટે બપોરે પોરબંદરના રાણાવાવમાં સૌરાષ્ટ્રની જાણીતી હાથી સિમેન્ટ કંપનીમાં ચીમનીમાં અંદર કામ કરતા માચડો પડી જતા 6 શ્રમિકો દટાયા હતા.જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમો કામે લાગી ગયા હતા.જેમાં NDRF, કોસ્ટગાર્ડ, સ્થાનિક રેસ્ક્યુ ટીમો સતત 9 કલાક રેસ્ક્યુ કરી ત્રણ શ્રમિકોને જીવિત બચાવી લેવાયા હતા ત્યારે ત્રણના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતાં.
આ ઘટના અંગે પોરબંદરના SP રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કામ શરૂ કરવામાં આવ્યું હતું. NDRF, સ્થાનિક પ્રસાસન સહિતની ટીમોએ સતત નવ કલાક કામગીરી કરી ચીમની કટિંગ કરેલ અને ત્રણ શ્રમિકોને જીવિત બચાવાયા હતા તો ત્રણના મૃતદેહ કાઢવામાં આવ્યાં હતાં. સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે જે કોઈ જવાબદારો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઘટનામાં બેજવાદરી દાખવનાર કોણ છે ? જવાબદારોએ કામ કરાવતી કોન્ટ્રકટ કંપની પાસે શ્રમિકોના વીમા કરાવ્યા હતા કે કેમ? જે કોન્ટ્રકટર કંપની કામ કરતી હતી તે રજીસ્ટર હતી છે કે કેમ? તેવા અનેક સવાલો વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. જોવાનું એ છે કે હવે હાથી સિમેન્ટ કંપની ના જવાબદારો સામે કે કોન્ટ્રકટર સામે પોલીસ શું કાર્યવાહી કરશે.
આ પણ વાંચો : DELHI : રાજ્યસભામાં ધક્કામુક્કી અંગે માર્શલોએ વિપક્ષી સાંસદો પર લગાવ્યાં ગંભીર આરોપ