Porbandar: રાણાકંડોરણા ગામમાં માતા અને પુત્રનું તળાવમાં ડૂબતા મોત, જુઓ Video

| Edited By: | Updated on: Aug 27, 2023 | 11:18 AM

પોરબંદરમાં માતા અને પુત્રનું તળાવમાં ડૂબતા મોત થયા હોવાનું સામે આવ્યુ છે. પોરબંદરમાં ગઈકાલે રાણાકંડોરણા ગામમા કપડા ધોવા ગયેલી માતાનું તળાવમાં ડૂબવાથી મોત થયું હોવાનું સામે આવ્યુ છે.

Porbandar : પોરબંદરમાં માતા અને પુત્રનું તળાવમાં ડૂબતા મોત થયા હોવાનું સામે આવ્યુ છે. પોરબંદરમાં ગઈકાલે રાણાકંડોરણા ગામમાં કપડા ધોવા ગયેલી માતાનું તળાવમાં ડૂબવાથી મોત થયું હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર બાળક પાણીમાં પડતા માતાએ પુત્રને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતુ. પોરબંદરમાં ફાયર બ્રિગેડે માતા અને પુત્રના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો : Porbandar : કોસ્ટગાર્ડે મધદરિયે કર્યુ ઇમરજન્સી રેસ્ક્યૂ,જૂઓ Video

તો આ તરફ ભાવનગરના મહુવા નજીક માલણ નદીમાં ચાર યુવાનોના ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. નાનાજાદરા અને કુંભણ વચ્ચે માલણ નદીમાં નહાવા ગયેલા યુવકોમાંથી 2 યુવકના મૃતદેહ મળ્યા છે. જ્યારે ફાયરના જવાનો અને તરવૈયાઓ બે ગુમ યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. તમામ યુવાનો મહુવાના રૂપાવટી ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો