Porbandar: રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત વિરુદ્ધ બોલનારા મૌલવી અટકાયત કરાઈ, પોરબંદર પોલીસે કરી કાર્યવાહી, જુઓ Video
પોરબંદરની નગીના મસ્જિદના મૌલવી વાસીફ રઝાએ રાષ્ટ્ર ધ્વજને સલામી ના આપવા અને રાષ્ટ્રગીતના કેટલાક શબ્દોને બોલવા અને વાંચવાને લઈ સલાહ આપી હતી. મૌલવીએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનુ અપમાન કરવાને લઈ કાર્યવાહી કરાઈ.
પોરબંદરના મૌલવીએ રાષ્ટ્રધ્વજ વિરુદ્ધ બોલતા પોલીસ દ્વારા અટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. મૌલવીએ પોતાને પૂછાયેલા પ્રશ્નના સંદર્ભમાં જવાબ આપ્યા હતા અને જે ઓડીયો ક્લીપ વાયરલ થઈ હતી. ઓડીયો ક્લીપ વાયરલ થતા જ પોલીસે કાર્યવાહી કરતા અટકાયત કરી હતી. પોરબંદરની નગીના મસ્જિદના મૌલવી વાસીફ રઝાએ રાષ્ટ્ર ધ્વજને સલામી ના આપવા અને રાષ્ટ્રગીતના કેટલાક શબ્દોને બોલવા અને વાંચવાને લઈ સલાહ આપી હતી. આમ મૌલવીએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનુ અપમાન કરવાને લઈ કાર્યવાહી કરાઈ છે.
રાષ્ટ્રગીતને મુસ્લીમ વાંચી શકે કે નહીં એ અંગે સવાલનો મૌલવીએ જવાબ આપ્યો હતો. જેમાં કહ્યુ હતુ કે, રાષ્ટ્રગીતમાં જય હો જય હો.. શબ્દનો ઉપયોગ થાય છે તે એક ધાર્મિક પુસ્તકમાં લખ્યુ છે કે, આ વિધર્મીઓની રીત છે. ભારત ભાગ્ય વિધાતા.. આ બે શબ્દો વાંચવાની ના છે. આ ઉપરાંત મૌલવીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને તેને સલામી આપવાને લઈ મનાઈ કરી હતી. મૌલવીની સામે પોરબંદર પોલીસે કાર્યવાહી કરી છે અને મામલાની તપાસ શરુ કરી છે.
આ પણ વાંચોઃ સાહેબનો ભારે ભ્રષ્ટાચાર! સબ રજીસ્ટ્રારના ઘરેથી 58.28 લાખ રુપિયા રોકડા ACB ને મળ્યા, પૈસા સાથે દારુની બોટલો મળી આવી
પોરબંદર સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો