Porbandar Video : ગુજરાત મેરીટાઇમ બોર્ડની મનમાની, ભાડે આપેલું ગોડાઉન ખાલી કરવાની નોટીસ આપતા માછીમારોમાં રોષ

Porbandar Video : ગુજરાત મેરીટાઇમ બોર્ડની મનમાની, ભાડે આપેલું ગોડાઉન ખાલી કરવાની નોટીસ આપતા માછીમારોમાં રોષ

| Edited By: | Updated on: Jul 11, 2024 | 4:50 PM

પોરબંદરના માછીમારો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડની મનમાની જોવા મળી છે. માછીમારોને ભાડે આપેલા ગોડાઉનને જર્જરિત હાલતમાં હોવાનો રિપોર્ટ સરકારને રિપોર્ટ આપી ગોડાઉન ખાલી કરવાની નોટિસ આપી છે.

પોરબંદરના માછીમારો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડની મનમાની જોવા મળી છે. થોડા દિવસ પહેલા મેરીટાઇમ બોર્ડે માછીમારોને ભાડે આપેલા ગોડાઉન જર્જરિત હોવાનો સરકારને રિપોર્ટ આપી ગોડાઉન ખાલી કરવાની નોટીસ આપી છે. નોટીસ આપ્યાના તુરંત જ અધિકારીઓ રૂબરૂમાં ગોડાઉન ખાલી કરાવવા પહોંચતા માછીમારોમાં રોષે ભરાયા છે.

માછીમારોમાં આક્રોષ

ઉલ્લેખનીય છે કે મેરીટાઇમ બોર્ડ ગોડાઉન ખાલી કરવાની નોટીસ આપતા માછીમારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે અધિકારીઓએ સરકારને આપેલ ગોડાઉન જર્જરિત હોવાનો રિપોર્ટના સર્વે અંગે માછીમારોનો આક્ષેપ છે કે અધિકારીઓએ સર્વે સ્થળ પર નહીં એ.સી.કેબીનમાં બેસીને સર્વે કર્યો છે. હાલ તો આ મામલે માછીમાર આગેવાનોએ ગાંધીનગર રજૂઆત કરતા હાલ પૂરતી ગોડાઉન ખાલી કરવાની કામગીરી સ્થગિત રખાઈ.