PORBANDAR: કોરોનાકાળમાં નાગરિકોને રાહત આપવા વિજ-બિલ અને વેરા માફ કરવાની જિલ્લા કોંગ્રેસ અને આગેવાનોની માંગ

PORBANDAR: કોરોનાકાળમાં લોકોના વેપાર ધંધા બંધ રહ્યા અને અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે, જેના કારણે આર્થિક મુશ્કેલી વધી રહી છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ (Congress) અને સામાજિક આગેવાનોએ વિજ બીલ અને પાલિકાના વેરામાં માફી આપવાની માંગ કરી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 02, 2021 | 9:17 PM

PORBANDAR: કોરોનાકાળમાં લોકોના વેપાર ધંધા બંધ રહ્યા અને અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે, જેના કારણે આર્થિક મુશ્કેલી વધી રહી છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ (Congress) અને સામાજિક આગેવાનોએ વિજ બીલ અને પાલિકાના વેરામાં માફી આપવાની માંગ કરી છે.

 

 

સતત લોકડાઉન અને કોરોના મહામારીમાં લોકો રોજેરોજનું કમાઈને પેટિયું રડતા હજારો લોકો બેકાર બની ગયા છે. જેની પાસે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે તો પાલિકાના વેરા અને વિજબીલ ભરવામા સરકાર આર્થિક રાહત આપે તેવી માંગ પ્રબળ બની છે.

 

સતત દોઢ બે વર્ષથી લોકો વેપાર ધંધા વગર બેઠા છે, મહામારીએ લોકોની મુશ્કેલી વધારી છે. કોરોના મહામારીમાં સામાન્ય માનવી ક્યારે બેઠો થાય તે કહેવું મુશ્કેલ છે. ત્યારે વર્તમાન સરકાર પાસે સામાજિક આગેવાનો અપેક્ષા રાખી રહ્યા છે કે જે મધ્યમ અને ગરીબ લોકો માટે કોઈ ખાસ પેકેજની ઘોષણા કરવામાં આવે.

 

એક સ્થાનિક નાગરિક જણાવે છે કે ‘કોરોનાના કારણે આર્થિક ફટકા પડ્યા છે, જેની અસર મોટા ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો અને મધ્યમ વર્ગના લોકોની સ્થિતિ કફોડી બની ગયેલ છે. સરકારે એક ખાસ પ્રકારનું રાહત પેકેજ આપવાની જાહેરાત કરવી જોઈએ.

 

સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેના માટે ફીમાં રાહત કરી આપવી જોઈએ, તેમજ નગરપાલિકાના લાઈટ, સફાઈ, અને હાઉસ ટેક્સ, પીવાના પાણીના વેરા વધારે છે. તે સંપૂર્ણ નહીં પરંતુ રાહત આપવાની બાબતમાં પાલિકાએ વિચાર કરવો જોઈએ. જેથી નાના ગરીબ પરિવારોનેઆ મહામારીમાં આર્થિક રાહત મળી શકે.

 

કોરોના મહામારી રોગ સાથે બેકારી પણ સાથે લાવી છે. મોટાભાગના કામ ધંધા બંધ છે અથવા તો ઘણી ઓછી માત્રામાં ચાલે છે. જેની અસર રોજનું કમાઈને ગુજરાન ચલાવનારાઓને સૌથી વધુ પડી છે. એમાં પણ જો વર્તમાન સરકાર દ્વારા કોઈ આ પ્રકારની રાહત કરવામાં આવે તો નાના ગરીબ પરિવારોની મુશ્કેલીઓ હળવી થાય તેમ છે.

 

આ પણ વાંચો: Surat: કોરોનાના કેસો કાબૂમાં આવતા હવે શહેરમાં રસીકરણ ઝુંબેશ વેગવાન બનાવાઈ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">