Porbandar Breaking News : ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો, જુઓ-Video

| Updated on: Jun 07, 2026 | 12:36 PM

કીર્તિ મંદિર પરિસરમાં એક યુવક દારૂનું સેવન કરતો હોવાનું કેમેરામાં કેદ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ કીર્તિ મંદિરના અધિકારીઓએ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને વીડિયો પોલીસ વિભાગને સોંપ્યો હતો.

પોરબંદરના ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા કીર્તિ મંદિર પરિસરમાં દારૂ પીવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે ઓળખાતા આ પવિત્ર સ્થળે એક ઇસમ દારૂ પીતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

કીર્તિ મંદિરમાં એક યુવક દારૂનું સેવન કરતો ઝડપાયો

મળતી માહિતી અનુસાર, કીર્તિ મંદિર પરિસરમાં એક યુવક દારૂનું સેવન કરતો હોવાનું કેમેરામાં કેદ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ કીર્તિ મંદિરના અધિકારીઓએ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને વીડિયો પોલીસ વિભાગને સોંપ્યો હતો.

કેમેરામાં વીડિયો થયો કેદ

વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપી યુવકની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી

રાષ્ટ્રીય સ્મારક સમાન ગણાતા કીર્તિ મંદિર પરિસરમાં આવી ઘટના સામે આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે જણાવ્યું છે કે જાહેર સ્થળો અને ઐતિહાસિક સ્મારકોમાં કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Breaking News : ભરૂચના 5000 ઉદ્યોગોને મળ્યો એક ઈમેઈલ… હવે કયું નવું સંકટ ઊભું થયું?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

 

Follow Us