પોરબંદર: ભરશિયાળે કેસરનું થયુ આગમન, યાર્ડમાં કેસર કેરીની શરૂ થઈ આવક -વીડિયો
ફળોનો રાજા એટલે કેસર કેરી. જે ઉનાળુ ફળ છે. પરંતુ પોરબંંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસરનું આગમન થયુ છે. 20 કિલો કેસરનું આગમન થયુ છે અને આ કેરીના 700 જેટલા કિલોના ભાવ બોલાઈ રહ્યા છે.
તમે ક્યારેય ભર શિયાળે કેસર કેરી જોઈ છે? તમારો જવાબ કદાચ ના હશે, પરંતુ ગુજરાતના એક શહેરમાં ભરશિયાળે યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. આ શહેર છે પોરબંદર. પોરબંદર માર્કેટ યાર્ડમાં કેરીની આવક જોવા મળી. જો કે આ કેરીના ભાવ પણ ઘણા ઉંચા છે. હરાજીમાં કેસર કેરીનો ભાવ 701 રૂપિયા કિલો સુધી બોલાયો છે. સામાન્ય રીતે કેરીએ ઉનાળુ ફળ છે અને ભર ઉનાળામાં જ જોવા મળે છે. જો કે આ વખતે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કડકડતી ઠંડી વચ્ચે પણ કેરીની આવક શરૂ થઈ છે. જાહેર હરાજીમાં આ કેસર કેરીના એક કિલોના 700 રૂપિયા સુધી બોલાયા છે.
ત્યારે સહુ કોઈના મનમાં એ જ સવાલ હશે કે શિયાળામાં કેવી રીતે કેસરનું ઉત્પાદન થયુ. તો એ પણ જાણી લો. પોરબંદરના આદિત્યાણા ગામમાં આ વર્ષે આંબામાં પાંચ મહિના પહેલા જ મોર આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને એ જ પ્રકારે ભરશિયાળે કેસર કેરી યાર્ડ સુધી પહોંચી છે.
પોરબંદરના આદિત્યાણા ગામમાં આ વર્ષે પાંચ મહિના પહેલાં આંબાના ઝાડમાં કેરીના મોર જોવા મળી રહ્યા છે. કોઈ આંબામાં કેરીની આવક થતા આજે ભરશિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું. માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે 2 બોક્સ કેસર કેરી એટલે કે 20 કિલો કેસર કેરી વેચાણ માટે આવી હતી. હાલ જિલ્લાના બિલેશ્વર, ખંભાળા, હનુમાનગઢ અને કાટવાણા તેમજ આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલા ગામોની જમીનને મબલખ કેરીનું ઉત્પાદન થાય છે.
પોરબંદર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
