વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદ શહેરનો આકાશી નજારો આવ્યો સામે, ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચેથી પસાર થતી મેટ્રોનો નિહાળો એરિયલ વ્યુ
અમદાવાદમાં રવિવારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જે દિવસભર જોવા મળ્યો હતો. ભર શિયાળે અમદાવાદમાં વરસાદી વાતાવરણ જામતા હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો. ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે પસાર થતી મેટ્રોનો આકાશી નજારો નજારો સામે આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સમગ્ર અમદાવાદમાં જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય એ પ્રકારે વાતાવરણમાં વિઝિબિલિટી ઘટી હતી જેના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારના સમયે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જો કે રવિવાર હોવાથી ઓફિસે જતા લોકોને રજા હોવાથી વધુ પડતી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો હતો. કાળા ડિંબાંગ વાદળો વચ્ચે વરસાદી વાતાવરણ જામતા અમદાવાદ શહેરનો નજારો કોઈ હિલ સ્ટેશન જેવો લાગી રહ્યો હતો. આ ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે પસાર થતી મેટ્રોનો આકાશી નજારો સામે આવ્યો છે.
મેટ્રોમાંથી લેવાયેલી તસ્વીર દ્વારા શહેરનો આકાશી નજારો
સોશિયલ મીડિયા પર અમદાવાદની આવી હિલ સ્ટેશન જેવી સવારની લોકો મજા લેતા જોવા મળ્યા હતા. જેમા કેટલાક યુઝરે લખ્યુ પણ હતુ કે ઘરે બેઠા સાપુતારા જેવો અનુભવ આજે થઈ રહ્યો છે. અમદાવાદની આ હિલસ્ટેશન જેવી સવારનો આકાશી નજારો પણ તમે અહીં તસ્વીરમાં જોઈ શકો છો. જે પહેલી નજરે કોઈ હિલ સ્ટેશનની લેવાયેલી તસ્વીર લાગે. અમદાવાદની મેટ્રો આ ધુમ્મસી વાતાવરણ વચ્ચેથી પસાર થઈ રહી છે. ડ્રોન દ્વારા કેપ્ચર કરાયેલી આ નયનરમ્ય તસ્વીર છે. જેમા 26 નવેમ્બરની વરસાદી સવારનો આ આકાશી નજારો દૃશ્યમાન થાય છે.