અમદાવાદ કોર્પોરેશનની ઢીલી કામગીરી ! વેજલપુર અને જોધપુરના તોડેલા રોડથી પ્રજા પરેશાન, જુઓ વીડિયો

અમદાવાદ કોર્પોરેશનની ઢીલી કામગીરી ! વેજલપુર અને જોધપુરના તોડેલા રોડથી પ્રજા પરેશાન, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 11, 2023 | 2:10 PM

લોકોના મનમાં સવાલ છે કે રોડને સમારકામ માટે તોડવામાં તો આવ્યા, પરંતુ તેની કામગીરી ક્યારે પૂર્ણ થશે ? વેજલપુરની જેમ જોધપુરમાં પણ રોડ ખોદવામાં આવ્યા છે. જો કે રોડ બનાવવાની કામગીરીમાં ઢીલાશ જોવા મળી રહી છે. જેથી અનેક લોકોને રોજે-રોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ફરી એક વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અણધડ આયોજન જોવા મળ્યું છે. વિકાસ માટે વેજલપુર અને જોધપુર વિસ્તારમાં દિવાળી પહેલા રોડ તોડવામાં આવ્યા. છતાં હજી સુધી તેની કામગીરી પૂરી થઇ નથી. ગોકળ ગાયની ગતિએ ચાલતી રોડની કામગીરીને લઇ સ્થાનિકો અને વાહન ચાલકો ખૂબ પરેશાન થયા છે.

લોકોના મનમાં સવાલ છે કે રોડને સમારકામ માટે તોડવામાં તો આવ્યા, પરંતુ તેની કામગીરી ક્યારે પૂર્ણ થશે ? વેજલપુરની જેમ જોધપુરમાં પણ રોડ ખોદવામાં આવ્યા છે. જો કે રોડ બનાવવાની કામગીરીમાં ઢીલાશ જોવા મળી રહી છે. જેથી અનેક લોકોને રોજે-રોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોધપુર વિસ્તારમાં જાણે ગોકળ ગતિએ મ્યુનિસિપાલિટીની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો- ગાંધીનગર વીડિયો : લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે ગુજરાતમાં વાગશે બ્યુગલ, ભાજપ દ્વારા કમલમમાં યોજાશે બેઠક

બીજી તરફ લોકોની માગ છે કે તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવામાં આવે, જેથી અકસ્માતનો ભય ન રહે. સાથે જ ટ્રાફિક સમસ્યા પણ ન સર્જાય અને અવરજવરમાં અગવડતા ન પડે. હવે જોવાનું રહ્યું કે વેજલપુર અને જોધપુરના લોકોની મુશ્કેલી યથાવત રહે છે, કે પછી તાત્કાલિક અને ઝડપી રોડની કામગીરી થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published on: Dec 11, 2023 01:48 PM