BHUJ : 24 કરોડના ખર્ચે બનેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હાલતમાં, વિપક્ષે કર્યા પ્રહારો

પાલિકા શુદ્ધ પાણીનો જથ્થો સંગ્રહ કરવા તળાવ બનાવવા સાથે ગટરનુ વધુમાં વધુ પાણી પહોચશે તેવો દાવો કરી રહ્યુ છે અને વિપક્ષ રાજનીતી કરતું હોવાનો પલટવાર કર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 7:54 AM

BHUJ :ભૂજ નગર પાલિકા દ્વારા 24 કરોડના ખર્ચે બનેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. આ પ્લાન્ટ હાલ બંધ હાલતમાં છે. પાલિકાના સહયોગથી પાણી પુરવઠા વિભાગે 24 કરોડના ખર્ચે દૈનીક 23MLD ગટરનુ પાણી શુદ્ધ થઇ શકે તે માટેનુ આયોજન કર્યુ હતું, પરંતુ પ્લાન્ટ બન્યા બાદ માત્ર ગટરનુ 2 MLD પાણીજ ઉપલબ્ધ થઇ રહ્યુ છે. રસ્તામા પાણી ચોરી થતા આ સ્થિતી ઉભી થઇ હોવાનુ અનુમાન છેઅને તેથી જ કરોડોના ખર્ચે બનેલ પ્લાન્ટથી ખેડૂતોને પાણી શુદ્ધ કરી પહોચાડી શકતુ નથી. વિપક્ષ કરોડો રૂપીયા પાણીમાં ગયાનો આક્ષેપ કરે છે. બીજી તરફ પાલિકા શુદ્ધ પાણીનો જથ્થો સંગ્રહ કરવા તળાવ બનાવવા સાથે ગટરનુ વધુમાં વધુ પાણી પહોચશે તેવો દાવો કરી રહ્યુ છે અને વિપક્ષ રાજનીતી કરતું હોવાનો પલટવાર કર્યો

આ પણ વાંચો : AHMEDABAD : સિવિલના સર્જનોએ જટિલ સ્પાઈન સર્જરી સફળતાપૂર્વક પાર પાડી, યુવકની ગરદનમાં ખસી ગયેલા મણકા પૂર્વવત કર્યા 

આ પણ વાંચો : AHMEDABAD : વહુ સામે સાસુએ કરી વિચિત્ર અરજી, હાઈકોર્ટે અરજી ફગાવી સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">