AHMEDABAD : સિવિલના સર્જનોએ જટિલ સ્પાઈન સર્જરી સફળતાપૂર્વક પાર પાડી, યુવકની ગરદનમાં ખસી ગયેલા મણકા પૂર્વવત કર્યા

Atlanto axial dislocation surgery : ભરતના પરિવારજનોએ સર્જરી બાદ ભરતને સાજા થતા જોઇ હર્ષની લાગણી અનુભવી હતી. તેઓએ હર્ષભેર અને અશ્રુભરી લાગણીઓથી સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

AHMEDABAD : સિવિલના સર્જનોએ જટિલ સ્પાઈન સર્જરી સફળતાપૂર્વક પાર પાડી, યુવકની ગરદનમાં ખસી ગયેલા મણકા પૂર્વવત કર્યા
Ahmedabad Civil Hospital's surgeons successfully perform complex spine surgery
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 29, 2021 | 7:35 AM

AHMEDABAD :અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના સ્પાઇન સર્જનોએ ફરી એક વખત તબીબી કૌશલતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. રાજસ્થાનના 16 વર્ષીય ભરતને લાંબા સમયની ગરદનની પીડાથી મૂક્ત કર્યો છે. બાળપણમાં પોતાના બાળક ભરતને પાપાપગલી ભરતા જોઇ જે અનુભૂતિ થઇ તેવી જ અનુભૂતિ જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબોએ ભરતને પીડામૂક્ત કરીને પૂર્વવત કર્યો અને ભરત ફરીથી હલન-ચલન કરવા લાગ્યો ત્યારે તેમના પરિવારજનોને થઇ.

રાજસ્થાનના યુવકને દરેક જગ્યાએ નિરાશા સાંપડી રાજસ્થાનના પાલી જીલ્લામાં રહેતા ભરતને ગળાના ભાગમાં ગંભીર ઇજા થતા તેને હલન-ચલનમાં તકલીફ થવા લાગી. લાંબા સમયથી હેરાનગતિ ભોગવતા ભરતના પરિવારજનોએ જોધપુરની ખાનગી હોસ્પિટલ,સરકારી હોસ્પિટલમાં નિદાન અર્થે સંપર્ક સાધ્યો. પરંતુ દરેક જગ્યાએ નિશાશા જ સાંપડી. વિવિધ હોસ્પિટલમાં નિદાન કરાવવા છતા પણ તેની પીડામાં ક્યાંય સુધાર જોવા મળ્યો નહીં. વળી રાજસ્થાનમાં સુપ્રતિષ્ઠિત મણકાના તબીબને છેલ્લે બતાવ્યું ત્યારે તેઓએ 8 થી 10 લાખની ગળાના મણકાની સર્જરીનું સૂચન કર્યું.પરંતુ તેમાં પણ સંપૂર્ણપણે સાજા થઇ જવાની કોઇપણ પ્રકારની ગેરંટી તો નહીં જ.

ભરતભાઇ જેવા ગરીબ પરિવાર માટે 8 થી 10 લાખના ખર્ચે સર્જરી કરાવવું અશકય બની રહ્યું હતુ. જેથી તેઓને જીવન અને દર્દભર્યા જીવન વચ્ચે પીડા ભોગવવાનું જ પસંદ કરીને જીવન ગાળવાનું શરૂ કર્યું. પરંતુ દિવસેને દિવસે ભરતની પીડામાં વધારો થતો ગયો. છેલ્લે તેમના એક મિત્રએ ગુજરાત સરકારની સરકારી હોસ્પિટલ અને તેમાં પણ ખાસ કરીને એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)ના સ્પાઇન સર્જરી વિભાગમાં આવી સર્જરી વિનામૂલ્યે શક્ય હોવાનું જણાવ્યું.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ભરતના પરિવારજનો વિનાવિલંબે ભરતને લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવી પહોચ્યા. અહીં તેઓએ સ્પાઇન સર્જરી વિભાગના તબીબોનો સંપર્ક કર્યો. જ્યાં તબીબોએ રોગની ગંભીરતા પારખીને એક્સ-રે, સી.ટી.સ્કેન અને એમ.આર.આઇ.જેવા રીપોર્ટ કરાવ્યા. આ રીપોર્ટના આધારે સિનિયર તબીબ સહિત તમામે ભરતના રોગની ગંભીરતા અને જટીલતાનું અનુમાન લગાવ્યું.

સિવિલના સર્જનોએ કરી જટિલ સર્જરી રીપોર્ટના આધારે ભરતના ગરદનનો પહેલો અને બીજા મણકો ખસી ગયેલ હોવાનું જણાઇ આવ્યું. જેને તબીબી ભાષામાં એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશન (Atlanto axial dislocation) કહેવામાં આવે છે. આ પ્રકારની ઇજાની સર્જરી ખરેખર ખૂબ જ જટીલ હોય છે. કારણ કે આવા પ્રકારની સર્જરી દરમિયાન કરોડરજ્જૂના ભાગમાં પણ ઇજા થવાની સંભાવના રહેલી હોય છે. આવા પ્રકારની સર્જરીમાં નિપુણ તબીબોના સંયુક્ત પ્રયાસે જ સર્જરી સફળ બને છે. જે માટે સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગના વડા ડૉ. જે.વી. મોદી અને તેમની ટીમે સ્પાઇન ફેલો ડૉ. સાગર, ડૉ. હર્ષિલ અને એનેસ્થેસિયા વિભાગ સહયોગથી આ સમગ્ર સર્જરી નિપૂણતાપૂર્વક પાર પાડી.

સમગ્ર સર્જરી 2 કલાક ચાલી હતી.આ સર્જરી દરમિયાન જાણવા મળ્યું કે,ગરદાનનો મણકો મગજના ભાગ સુધી પહોંચ્યો હતો. જેના કારણે સર્જરી અતિગંભીર બની રહી હતી. આ સ્તરે સર્જરી દરમિયાન જીવનનું જોખમ પણ વધી ગયુ હતુ. જેથી ન્યુરોમોનીટરીંગ સાથે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.  Ahmedabad Civil Hospital's surgeons successfully perform complex spine surgery

યુવકની ગરદનના મણકા પૂર્વવત થયા હાલ ભરતભાઇ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના ગરદનના મણકા પૂર્વવત થયા છે. તેઓ પહેલાની જેમ જ સરળતાથી હલન-ચલન કરવા સક્ષમ થયા છે.સિવિલ હોસ્પિટલ સ્પાઇન વિભાગના વડા અને સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરીથી લઇ અન્ય વિભાગોમાં રાજ્ય બહારથી પણ દર્દીઓ સારવાર અર્થે આવે છે. અમારા તબીબો દ્વારા તમામ દર્દીઓને સંપૂર્ણપણે સંતોષકારક સારવારનો અનુભવ થાય શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ જ આજે રાજ્ય બહારથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

ભરતના પરિવારજનોએ સર્જરી બાદ ભરતને સાજા થતા જોઇ હર્ષની લાગણી અનુભવી હતી. તેઓએ હર્ષભેર અને અશ્રુભરી લાગણીઓથી સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : AHMEDABAD : વહુ સામે સાસુએ કરી વિચિત્ર અરજી, હાઈકોર્ટે અરજી ફગાવી સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો 

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">