ગુજરાત(Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Assembly Election) લઈને રાજનીતિ શરૂ થઈ છે . જેમાં રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય સંયમ લોઢાએ ( Sanyam Lodha ) ટ્વીટ કરી ભાજપ પર ગંભીર આક્ષેપ મૂક્યા છે. જેમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના પ્રયાસમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું છે કે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યોને તોડવાના પ્રયાસમાં કરી રહ્યું છે. તેમણે ગુજરાત કોંગ્રેસને મોવડી મંડળને સતર્ક રહેવા ટ્વીટમાં કર્યો ઉલ્લેખ કર્યો છે.તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસને તોડવાની તૈયારી કરી રહી છે. મારી જાણકારી મુજબ તે 10 ધારાસભ્યોના સંપર્ક છે. આ અંગે મેં ગુજરાત પ્રભારી રઘુ શર્માને પણ જાણ કરી છે. કોંગ્રેસના શુભેચ્છક તરીકે મારી ફરજ છે કે આવા કોઈપણ પ્રયાસને જાહેરમાં જણાવું. મેં દરેકને ચેતવણી આપી છે, સાવચેત રહેવું જરૂરી છે.
#गुजरात विधानसभा चुनाव 2022
भाजपा कांग्रेस के दस विधायको पर डोरे डाल रही है।
स्वस्थ रहें, सतर्क रहें।#GujaratElection2022 @RahulGandhi @priyankagandhi @INCIndia @INCGujarat
— Sanyam Lodha (@SanyamLodha66) March 18, 2022
2020માં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, બાદમાં જૂન 2020માં કોંગ્રેસના તમામ 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. ત્યારે જયપુરમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો આ ટ્રેન્ડ જૂનો છે. તાજેતરમાં જ કોંગ્રેસના 5 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં હાલ કોંગ્રેસના 65 ધારાસભ્યો છે.
આ પણ વાંચો : Vadodara: SSG હોસ્પિટલમાં એલાર્મ સિસ્ટમમાં ખામી સર્જાતાં, ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ
આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ભારતીય એમ્બેસીએ જાહેર કરી નવી એડવાઈઝરી, જાણો શું કહેવામાં આવ્યું
Published On - 9:43 pm, Fri, 18 March 22