જમાલપુરના રઉફ બંગાળી દ્વારા ખુબ વિશાળ પતંગ બનાવાયો, જેમાં PM ની તસ્વીર સાથે અપાયો આ સંદેશ

| Edited By: | Updated on: Jan 07, 2022 | 8:13 AM

Ahmedabad: જમાલપુરના રઉફ બંગાળી દ્વારા ખુબ વિશાળ પતંગ બનાવાયો છે. જેમાં PM ની તસ્વીર સાથે કોરોનાને ધ્યાનમાં રાખીને સંદેશ લખવામાં આવ્યા છે.

Uttarayan 2022: અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના કેસ વચ્ચે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે તે પહેલા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો. જેમાં જમાલપુરના (jamalpur) રઉફ બંગાળી દ્વારા 21 ફૂટ ઉંચો અને 15 ફૂટ પહોળો પતંગ બનાવવામાં આવ્યો છે. પતંગ પર કોરોનાનો સિમ્બોલ બનાવી કોરોનાથી (Corona) બચવાના સૂત્રો લખાયા. માસ્ક વિતરણ પણ કરાયું તેમજ રસી લેનારને 1 કિલો તેલના પાઉચ પણ આપવામાં આવ્યા હતા.

તો અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તો બીજીબાજુ પોળોમાં ઉત્તરાયણની મજા બગડી શકે છે. શહેરની અલગ અલગ પોળોમાં ધાબું ભાડે આપવામાં આવે છે તેમજ 10થી 25 હજાર ભાડુ વસૂલવામાં આવે છે. તેમજ વિદેશથી પણ લોકો પતંગ ચગાવવાની મજા માણવા પોળમાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે ધાબાનું બૂકિંગ ખુબજ ઓછું છે. તો ઘણા લોકો પોળોમાં ધાબુ ભાડે આપવાની ના પાડી રહ્યા છે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ, અમદાવાદમાં યોજાતા વિશાળ ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને કોરોનાનાનું ગ્રહણ લાગ્યું છે. તૈયારીઓને આખરી ઓપ અપાયા બાદ હવે કોરોનાના કારણે ગુજરાતના મોટા કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા છે. વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓમાં સીધી રીતે જોડાયેલા IAS અધિકારીઓ સંક્રમિત થયા બાદ વાયબ્રન્ટ સમિટ મુદ્દે પ્રશ્નાર્થચિન્હ લાગ્યો હતો. ભારે વિચાર વિમર્શ કર્યા બાદ મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

બીજી તરફ દર વર્ષે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાતા સૌથી મોટા ફ્લાવર શોને પણ રદ કરી દેવામાં આવ્યો છે. ફ્લાવર શોમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવે છે. જો ભીડ થાય તો કોરોના સંક્રમણ વધી શકે. આવી ભીતિના કારણે જ ફ્લાવર શો પણ રદ કરી દેવાયો છે. તો પતંગોત્સવમાં પણ આવી જ સ્થિતિ સર્જાય જેના કારણે આ બંને મોટા શૉ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

 

આ પણ વાંચો: રાજ્યમાં બેફામ ગુનેગારો? ધોળા દિવસે છરીની અણીએ 1 કરોડની લૂંટ, ચોંકાવનારા CCTV દ્રશ્યો આવા સામે

આ પણ વાંચો: શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે થીજી ગઈ નિષ્ઠુર માતાની મમતા, ઝાડીમાંથી તરછોડેલી હાલતમાં મળી આવ્યુ બાળક