સાડા ત્રણ વર્ષનુ બાળક સગાંની અંતિમયાત્રામાં જઈ રહેલા પિતાની પાછળ જતા ખોવાયુ, પોલીસે શોધ્યો પરિવાર

|

Nov 03, 2023 | 10:41 PM

હિંમતનગર શહેરના વિદ્યાનગરી રોડ વિસ્તારમાંથી એક માસુમ ત્રણથી સાડા ત્રણ વર્ષનુ મળી આવ્યુ હતુ. જેને લઈ સ્થાનિક લોકોને પોતાના વિસ્તારનુ આ બાળક નહીં હોવાને લઈ તેને પોલીસને સોંપ્યુ હતુ. પોલીસે પણ વિસ્તારમાં બાળકના માતા-પિતાને શોધવા માટેની શરુઆત કરી હતી. આ દરમિયાન પોલીસને બાળકનો પરિવાર ગીરધરનગર આવાસ વિસ્તારમાં હોવાની કડી મળતા બાળક પરત તેના માતા પિતાને સોંપ્યો હતો. જોકે પરિવાર મરણપ્રસંગે દહેગામથી હિંમતનગર આવ્યો હતો અને આ ઘટના બની હતી.

હિંમતનગર શહેરમાં એક બાળક વિદ્યાનગરી રોડ પરથી મળી આવતા સ્થાનિકોને પૂછપરછ કરાઈ હતી. પરંતુ બાળકના માતા પિતા સ્થાનિક નહીં હોવાનુ લાગતા આખરે પોલીસનો સંપર્ક કરીને બાળકને પોલીસને સોંપી દેવામાં આવ્યુ હતુ. પોલીસે બાળકના માતા-પિતાની શોધખોળ શરુ કરી હતી. પરંતુ દોઢ કલાક બાદ એક કડી ગીરધનગર આવાસ યોજનાની મળી હતી. જેને લઈ બાળકને ગીરધરનગર આવાસ યોજના વિસ્તારમાં મરણ પ્રસંગે આવેલ તેના માતાને પરત પહોંચાડવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચોઃ બાયડમાં હિટ એન્ડ રનની ઘટના, બાઈકને અડફેટે લઈ ટ્રક ફરાર, જુઓ CCTV વીડિયો

દહેગામથી પરિવાર મરણપ્રસંગે હિંમતનગર આવ્યો હતો. જ્યાં બાળકના પિતાના કાકીનુ મૃત્યુ થયુ હોઈ તેમની અંતિમ યાત્રા નિકળી હતી. બાળક પણ પિતાની પાછળ અંતિમ યાત્રામાં ચાલવા લાગ્યુ હતુ અને છુટૂ પડી ગયુ હતુ. પિતા અંતિમ સંસ્કાર માટે અંતિમધામમાં પહોંચી ગયા હતા, પરંતુ બાળક રોડ પર જ રહી ગયુ હતુ અને જે પિતાની જાણમાં નહોતુ કે તે તેમની પાછળ આવવા નિકળેલ છે. આમ અંતિમ ક્રિયા પૂર્ણ થયા બાદ બાળકની શોધખોળ શરુ કરી હતી. ત્યાં પોલીસ પણ બાળકના માતા-પિતાને શોધખોળ કરી રહી હતી. આમ હિંમતનગર શહેરના બી ડિવિઝન પોલીસ સત્વરે બાળકને તેના માતા અને પિતા પાસે પહોચાડવામાં સફળ રહી હતી.

 

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:35 pm, Fri, 3 November 23

Next Video