દાહોદ વીડિયો : ખાનગી ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા, 22 નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા
દાહોદમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા પડ્યા હતા. ત્યાંથી દારુની મહેફીલ કરતા લોકો ઝડપાયા હતા. ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે ખાનગી ફાર્મ હાઉસમાં દરોડા પાડીને 22 નબિરાઓને ઝડપ્યા હતા.
રાજ્યમાં માત્ર કાગળ પર જ દારુ બંધી હોય તેવી સ્થિતિ વારંવાર જોવા મળે છે. રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા લોકો દારુની મહેફિલ કરતા ઝડપાતા હોય છે. તો આવી જ એક ઘટના દાહોદમાં સામે આવી છે. દાહોદમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા પડ્યા હતા. ત્યાંથી દારુની મહેફીલ કરતા લોકો ઝડપાયા હતા. ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે ખાનગી ફાર્મ હાઉસમાં દરોડા પાડીને 22 નબીરાઓને ઝડપ્યા હતા.
તો આ અગાઉ વડોદરાના સરદારનગર એસ્ટેટમાં ગાંધીનગર SMCએ દરોડા પાડીને મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો હતો. SMCએ કુખ્યાત બુટલેગર લાલુ સિંધીના અડ્ડા પર દરોડા પાડ્યા હતા.અને સ્થળ પરથી 78 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો. તો તપાસ દરમિયાન 8 મોબાઇલ અને 46 લાખથી વધુની કિંમતના 12 વાહન પણ જપ્ત કર્યા હતા. મહત્વનું છે કે સ્થળ પરથી 5 આરોપીને પકડીને 1 કરોડ 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો હતો. તો કુખ્યાત બુટલેગર લાલુ સિંધી સહિત 8 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.અને આ શખ્સો દારૂ ક્યાંથી લાવતા હતા તે અંગે તપાસ હાથ ધરાઇ હતી.
