Gujarati video: વડોદરાના સાવલીમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ
Vadodara News : દારૂબંધી વચ્ચે સાવલી પોલીસે ખાખરીયા ચેકપોસ્ટ નજીકથી ટેમ્પામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. ટેમ્પામાં રબર ફોર્મ સીટની આડમાં ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ગાંધીના ગુજરાતમાં ફરી એક વાર દારુની રેલમ છેલ થતુ હોવાનું સામે આવ્યુ છે. વડોદરાના (Vadodara) સાવલીમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડયા છે. દારૂબંધી વચ્ચે સાવલી પોલીસે ખાખરીયા ચેકપોસ્ટ નજીકથી ટેમ્પામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. ટેમ્પામાં રબર ફોર્મ સીટની આડમાં ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
વડોદરામાં પોલીસે વિદેશી દારૂની બોટલ સહિત રૂપિયા 25 લાખ 68 હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી કુંભારામ અનુપની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસ પહેલા ખેડા જિલ્લાના મહેમદાવાદમાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસે તવાઇ બોલાવી હતી. મહેમદાવાદ પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા હતા. મહેમદાવાદના બોડીરોજી, ભાથીજી ફળિયુ તથા ખાડ વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જે પછી 35 જેટલા બુટલેગરો પર કેસ કરવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
