Morbi Video: પોલીસ કર્મી બ્રિજેશભાઈ લાવડીયા આત્મહત્યા કેસમાં તપાસ તેજ, પોરબંદરના DySPએ મોરબી પહોંચી કરી તપાસ

|

Aug 16, 2023 | 11:51 AM

જૂનાગઢ ખાતે ફરજ બજાવતા અને મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મેઘપર ગામના વતની બ્રિજેશભાઈ લાવડીયાના આપઘાત મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે કોર્ટ દ્વારા સખત વલણ અપનાવતા અને ફરિયાદ નોંધવાનો હુકમ કરતા અંતે 12 ઓગસ્ટે વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધવામાં આવ્યો હતો.

Morbi : જૂનાગઢ ખાતે પોલીસમાં ફરજ બજાવતા બ્રિજેશભાઈ લાવડીયાના (Brijeshbhai Lavadia) આત્મહત્યા કેસમાં (Suicide case)  તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તપાસ કરી રહેલી ટીમ મોરબી પહોંચી હતી. જૂનાગઢ ખાતે ફરજ બજાવતા અને મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મેઘપર ગામના વતની બ્રિજેશભાઈ લાવડીયાના આપઘાત મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે કોર્ટ દ્વારા સખત વલણ અપનાવતા અને ફરિયાદ નોંધવાનો હુકમ કરતા અંતે 12 ઓગસ્ટે વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- Breaking News : કચ્છમાં એક સપ્તાહમાં બીજી વાર આવ્યો ભૂકંપ, ભૂકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 19 કીમી દૂર નોંધાયું

આ કેસમાં આરોપીઓ તરીકે જૂનાગઢમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કાપડિયા અને પીએસઆઈ ખાચર હોવાથી આ કેસની તપાસ પોરબંદરના ડીવાયએસપી નિલમ ગોસ્વામીને સોંપવામાં આવી છે. નિલમ ગોસ્વામી પોતાની ટીમ સાથે મોરબી ખાતે આવ્યા હતા અને ફરિયાદી મૃતકના પુત્ર રીતેશ લાવડીયાની પૂછપરછ કરી હતી. સાથે જ તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

હવે બ્રિજેશભાઈ લાવડીયાના કોન્ટેક્ટમાં રહેતા લોકો પરિવારજનોના નિવેદન પણ નોધવામાં આવશે. મૌખિક પુરાવાઓ અને સાયન્ટીફિક પુરાવાઓ એકઠા કરવામાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફરિયાદીની માગ છે કે આરોપીઓને ઝડપથી ધરપકડ કરવામાં આવે.

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video