Ahmedabad Video : મોરબીના વેપારી સાથે છેતરપિંડી કેસમાં મહાઠગ કિરણ પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો, કિરણ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર
કિરણ પટેલને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. ક્રાઇમ બ્રાંચે કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જયાં કોર્ટે કિરણ પટેલના 3 દિવસના રિમાન્ડ (Remand) મંજૂર કર્યા છે.
Ahmedabad : મહાઠગ કિરણ પટેલના (Conman Kiran Patel) 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મોરબીના વેપારી સાથે થયેલા છેતરપિંડીના (Fraud) કેસમાં કિરણ પટેલને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો. ક્રાઇમ બ્રાંચે કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જયાં કોર્ટે કિરણ પટેલના 3 દિવસના રિમાન્ડ (Remand) મંજૂર કર્યા છે. મહાઠગ કિરણ પટેલને શ્રીનગર જેલમાંથી અમદાવાદ લવાયો હતો. ક્રાઇમ બ્રાંચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલની ધરપકડ કરી હતી.
મહાઠગ કિરણ પટેલની વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટથી ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. મોરબીના એક વેપારીને ઠગ કિરણ પટેલે GPCBના લાઈસન્સ કઢાવાના બહાને લાખો રૂપિયા છેતરપીંડી આચરી હતી. જોકે ઠગ કિરણ વિરુદ્ધ ચોથી ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પણ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપતા તેની શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. હવે રિમાન્ડ મંજૂર થતા આ કેસમાં કિરણની પૂછપરછ કરવામાં આવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો