દાહોદ બાદ ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ ! 56 ગામમાં 7.30 કરોડનું કૌભાંડ થયાનો આરોપ, જુઓ Video

દાહોદ બાદ ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ ! 56 ગામમાં 7.30 કરોડનું કૌભાંડ થયાનો આરોપ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 01, 2025 | 11:23 AM

દાહોદ બાદ હવે ભરૂચમાંથી પણ મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. અહીં 56 ગામમાં મનરેગાના કામોમાં 7.30 કરોડનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે આમોદ, જંબુસર અને હાસોટ તાલુકામાં કરોડોના કૌભાંડને અંજામ આપ્યો છે.

દાહોદ બાદ હવે ભરૂચમાંથી પણ મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. અહીં 56 ગામમાં મનરેગાના કામોમાં 7.30 કરોડનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે આમોદ, જંબુસર અને હાસોટ તાલુકામાં કરોડોના કૌભાંડને અંજામ આપ્યો છે. ફરિયાદ છે કે ગુણવત્તાના અભાવ સાથે માનવશ્રમના ઉપયોગ વગર જ કરોડોના બિલો પાસ કરી દેવામાં આવ્યા છે. મેટલ રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કર્યો હોવાની પણ ફરિયાદ છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે કૌભાંડમાં સરકારી કર્મચારીઓની મીલીભગત છે. ફરિયાદીએ વેરાવળ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સાથે જોડાયેલા પિયુષ નુકાણી અને જોધા સભાડ સામે તપાસની માગ કરતી ફરિયાદ કરી છે.

તપાસમાં ભીનું સંકેલાશે તો થશે આંદોલન – ચૈતર વસાવા

ભરૂચમાં મનરેગામાં કૌભાંડની ફરિયાદ બાદ પોલીસે તપાસ તેજ કરી છે. મહત્વનું છે કે રોડ બનાવનારી એજન્સીએ ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આરોપ લાગ્યો હતો. સરકારી કર્મચારીની સંડોવણીની પણ આશંકા વ્યક્ત કરાઇ હતી. ત્યારે પોલીસે જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના સંચાલકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ આપના ધારસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડની તટસ્થ તપાસની માગણી કરી છે. નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ થયાનો ચૈતર વસાવાનો આરોપ કર્યો છે. ચૈતર વસાવાએ કહ્યું કે જો તપાસના નામે ભીનુ સંકેલવાનો પ્રયાસ થશે તો અમે આંદોલન કરીશું.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો