Ahmedabad Video : રથયાત્રાના રુટ પર પોલીસે કરી બાઈક માર્ચ, કમિશનર સહિતના અધિકારીઓએ ડ્રોનથી કર્યું નિરીક્ષણ

|

Jun 08, 2024 | 11:23 AM

અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

અમદાવાદની રથયાત્રા જગન્નાથ પુરી પછીની ભારતની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા માનવામાં આવે છે. અમદાવાદની રથયાત્રામાં પણ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. હવે અમદાવાદની રથયાત્રાને થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રથયાત્રાને લઇને મંદિર ટ્રસ્ટની સાથે પોલીસે પણ સુરક્ષાને લઇને તૈયારીઓ શરુ કરી દીધી છે.

તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ

અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

બાઈક માર્ચનું પણ યોજવામાં આવી

ખમાંસા ગેટથી લઈને આજુબાજુના વિસ્તારોનું ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર પોલીસે બાઈક માર્ચ યોજવામાં આવી હતી.  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ સહિતના અધિકારીઓએ પણ રથયાત્રાના રૂટની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું છે.

નરેન્દ્ર મોદીના ફરીથી વડાપ્રધાન બનવાના ડરથી પાકિસ્તાને શાંતિની વાત શરૂ કરી, જાણો શું કહ્યુ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video