Ahmedabad: ટ્રાફિક નિયમો તોડનારા પોલીસ કર્મચારીઓ પણ હવે દંડાશે, આજથી આ ડ્રાઈવ શરુ

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના ધ્યાનમાં આવ્યું હતું કે, "પોલીસકર્મીઓ જ ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે. " સાત દિવસ સુધી ચાલનારી આ ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત હેલ્મેટ પહેર્યા વગર આવતા-જતા પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 8:33 AM

અત્યાર સુધી ટ્રાફિક નિયમો (Traffic rules)નું પાલન ન કરવા બદલ માત્ર જાહેર જનતા કાયદાના સકંજામાં આવતી હતી અને તેમને દંડ ફટકારવામાં આવતો હતો. જો કે હવે ટ્રાફિકના નિયમો તોડવા બદલ પોલીસ કર્મીઓએ (Police personnel) પણ દંડ ભરવો પડશે. 26 એપ્રિલથી પોલીસ કર્મચારીઓ માટે શરુ થયેલી આ ડ્રાઈવ (Drive) 1 એપ્રિલ સુધી ચાલશે. એટલુ જ નહીં આજથી એટલે કે 27 એપ્રિલથી પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે વધુ એક ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. જે મુજબ ખાનગી કાર કે બાઈક પર પોલીસ કે અન્ય કોઈ લખાણ લખી નહીં શકાય. જો તેવુ જણાશે તો દંડ ફટકારવામાં આવશે. તેમજ પોલીસની કારમાંથી બ્લેક ફિલ્મો દૂર કરવામાં આવશે.

હેલ્મેટ વગર વાહન ચલાવનારા અને ટ્રાફિક નિયમો તોડતા પોલીસકર્મીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શનિવારથી 1 એપ્રિલ સુધી નિયમો તોડતા પોલીસકર્મીઓને દંડ ફટકારવા અમદાવાદ પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના ધ્યાનમાં આવ્યું હતું કે “પોલીસકર્મીઓ જ ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે. ” સાત દિવસ સુધી ચાલનારી આ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત હેલ્મેટ પહેર્યા વગર આવતા-જતા પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. પોલીસ કચેરી અને પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ કર્મચારીઓ હેલમેટ વગર આવશે તો તેઓની પાસેથી પણ દંડ લેવામાં આવશે.

આજથી પોલીસ માટે હેલ્મેટ બાદ વધુ એક ડ્રાઈવ યોજાશે. પોલીસ કર્મચારી અને અધિકારીઓ ખાનગી કાર કે બાઈક પર પોલીસ કે અન્ય કોઈ લખાણ લખી શકશે નહીં. પોલીસની કારમાંથી બ્લેક ફિલ્મો પણ દૂર કરવામાં આવશે. સાથે જ પોલીસના વાહન પર કોઈ લખાણ હશે તો તેને દંડ કરવામાં આવશે.

આ પણ વાંચો- Ahmedabad: સોલા સિવિલમાં ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગ્વેજ કોલેજની શરૂઆત, બહેરાશ ધરાવતા દર્દીઓ માટે વધારાની સુવિધા

આ પણ વાંચો- ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક કેન્દ્ર , WHO અને ભારત સરકાર વચ્ચે કરાર

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">