AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ફતેહવાડી ચોકી બહાર પોલીસના મળતીયાનો વીડિયો વાયરલ, કાયદો અને વ્યવસ્થા પર ઉભા થયા સવાલ

Ahmedabad: ફતેહવાડી ચોકી બહાર પોલીસના મળતીયાનો વીડિયો વાયરલ, કાયદો અને વ્યવસ્થા પર ઉભા થયા સવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 7:30 AM
Share

પોલીસના આ મળતીયા સ્થાનિક લોકોનો વીડિયો કોઈ ઈમારત પરથી કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે અને જોતજોતામાં વીડિયો વાયરલ થઈ ગયો. તેમજ સ્થાનિકોએ આ મામલે ફરિયાદ પણ કરી હતી.

અમદાવાદના (Ahmedabad) ફતેહવાડી વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ નહીં પરંતુ પોલીસના (Police) મળતિયા કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ બિન્દાસ્ત લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા હોવાનું જોવા મળે છે. આ વીડિયોને લઈને એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે પોલીસ માત્ર પૈસા ઉઘરાવે છે અને તેમના મળતીયા શિકાર શોધી લાવતા હોય છે. એક અઠવાડિયા જુનો આ વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. રોષે ભરાયેલા લોકો જ્યારે આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા જાય છે, ત્યારે તેમને ઉપરી અધિકારી તરફથી આદેશ હોવાનું કહીને વાતને રફેદફે કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં વાયરલ થયેલો આ વીડિયો વેજલપુર પોલીસ સ્ટેશનની ફતેહવાડી ચોકી બહારનો હોવાનું સામે આવ્યું છે. જોકે વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તેમાં પોલીસ કર્મચારી નહીં, પરંતુ સ્થાનિક લોકો દ્વારા લોકોને અટકાવવામાં આવી રહ્યા છે અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ઉઘરાવી રહ્યા છે. પોલીસના આ મળતીયા સ્થાનિક લોકોનો વીડિયો કોઈ ઈમારત પરથી કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે અને જોતજોતામાં વીડિયો વાયરલ થઈ ગયો. તેમજ સ્થાનિકોએ આ મામલે ફરિયાદ પણ કરી હતી.

દાવો છે કે વેજલપુર PIને લોકોએ જ્યારે રજૂઆત કરી તો કમિશનર ઓફિસથી હુકમ છે તેમ કહીને ફરિયાદ કરનારા લોકોને કાઢી મૂકવામાં આવ્યા હતા તો બીજીબાજુ સવાલ એ પણ છે કે પોલીસ પણ યુનિફોર્મ વિના કોઈ વાહનચાલકને દંડ ન ફટકારી શકે તો પછી આ સ્થાનિક મળતિયાઓ કેવી રીતે વાહનચાલકોને અટકાવી રહ્યા છે, આ સ્થાનિક મળતિયા કોની રહેમનજર હેઠળ લોકોને પરેશાન કરી રહ્યા છે.

આ પણ વાંચો- તારીખ પે તારીખ: નરેશ પટેલ હવે એપ્રિલ મહિનામાં રાજકારણમાં પ્રવેશ અંગે લેશે નિર્ણય

આ પણ વાંચો- Ahmedabad: સોલા સિવિલમાં ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગ્વેજ કોલેજની શરૂઆત, બહેરાશ ધરાવતા દર્દીઓ માટે વધારાની સુવિધા

g clip-path="url(#clip0_868_265)">