Gujarati Video : આણંદમાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ
આણંદમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. કોન્સ્ટેબલે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ સુધી જાણી શકાયુ નથી.
આણંદમાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મૃતક પોલીસ કોન્સ્ટેબલ દિલીપ ખાંટ આણંદ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. તેઓ પોલીસલાઈન ક્વાટર્સમાં એકલા રહેતા હતા. કોન્સ્ટેબલના મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસ કોન્સ્ટેબલે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજુ અકબંધ છે.
આ પણ વાંચો : Anand: જિલ્લા કલેક્ટરે કોવિડ-19ની સમીક્ષા કરી કોમોર્બિડ લોકોને ભીડથી દૂર રહેવા કર્યું સૂચન
ગાંધીનગરના CRPF કેમ્પમાં એક સબ ઇન્સ્પેક્ટરે કર્યો હતો આપઘાત
આ અગાઉ ગાંધીનગરના CRPF કેમ્પમાં એક સબ ઇન્સ્પેક્ટરે આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર સબ ઇન્સ્પેક્ટરે પોતાની જ ગનથી ગોળી મારી હોવાનો અહેવાલ સામે આવ્યા હતુ. વિગતવાર સમાચાર મુજબ ગાંધીનગરમાં CRPF કેમ્પમાં ફરજ બજાવતા 59 વર્ષીય સબ ઇન્સ્પેક્ટર કિશન રાઠોડે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતુ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
