સુરતમાં ઝડપાયેલા જન્મના નકલી પ્રમાણ પત્ર બનાવાના દેશવ્યાપી કૌભાંડમાં ફુલપાડાના જનસેવા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. સુનિલ છોટેલાલ નામના ફુલપાડાના જનસેવા સંચાલકને ઇકો સેલે ઝડપી લીધો છે. તે માત્ર 10 રૂપિયામાં નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી આપતો હતો.
સુરતમાં માત્ર 10 રૂપિયા ચૂકવી અને જન્મનો નકલી દાખલો મેળવવાનું કૌભાંડ થોડા દિવસ પહેલા ઝડપાયુ હતુ. આ કેસમાં આરોપી સુનિલ છોટેલાલ નામના ફુલપાડાના જનસેવા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. સુરતના ઇકો સેલે રાષ્ટ્રવ્યાપી જન્મના નકલી દાખલાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આરોપીએ વેબસાઈટ મારફતે દેશભરમાં 80 હજારથી વધુ નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યા છે. આ સમગ્ર રેકેટ બિહારનો સિનતુ યાદવ નામનો શખ્સ ચલાવતો હતો.
ઇકો સેલે થોડા દિવસ પહેલા સુરત મનપા દ્વારા મળેલી માહિતીના આધારે તપાસ કરી હતી. આ તપાસમાં ફરિયાદની સત્યતા જણાતા જન્મના દાખલાનું બિહાર કનેક્શન સામે આવ્યું હતુ. ઇકો સેલે ઘટનાની ગંભીરતાથી નોંધ લઇને વધુ તાપસ કરતા એક મસમોટા રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ઝારખંડ અને બિહારની બોર્ડર પરથી કૌભાંડના પર્દાફાશ થયો.
આ પણ વાંચો- ગીર સોમનાથમાં મુખ્ય મંદિરની આસપાસના દબાણો હટાવાયા, જૂનાગઢ રેન્જ IGએ કર્યું નિરીક્ષણ, જુઓ વીડિ્યો
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે બિહારનો સિનતુ યાદવ નામનો ઇસમ કેટલીક વેબસાઇટના માધ્યમથી સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. હાલ ઇકો સેલ દ્વારા આ કેસમાં ટેક્નિકલન સર્વેલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તો આ કૌભાંડ રાષ્ટ્રીય સુરક્ષામાં ચેડા સમાન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.અત્યાર સુધી આરોપીઓએ દેશભરમાં હજારો લોકોને જન્મના નકલી દાખલા કાઢી આપ્યાનો ખુલાસો થયો છે.ઘટનાની ગંભીરતા જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો