Ahmedabad: મેટ્રો રેલનો પ્રોજેક્ટ અનેક અડચણોને કારણે પૂર્ણ થવામાં વિલંબ, ફેઝ-2નું કામ 2023માં પૂર્ણ કરવાનો ટાર્ગેટ

|

Feb 19, 2022 | 11:03 AM

2016માં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કામ શરૂ થયું હતું. અત્યાર સુધીમાં મેટ્રોનું 86.64 ટકા કામ પૂર્ણ થયું છે. સાથે જ અત્યાર સુધીમાં મેટ્રો માટે જમીન ઉપલબ્ધી માટે કુલ 81.69 કરોડ રૂપિયા ચૂકવાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક એવો ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો રેલનો પ્રોજેક્ટ (Metro rail project) અનેક અડચણોને કારણે પૂર્ણ થઈ શક્યો નથી. અમદાવાદ (Ahmedabad)ની મેટ્રો રેલને ગાંધીનગર સુધી લંબાવવાની યોજના બનાવવામાં આવી છે. પરંતુ તેમાં પણ વિલંબ થયો છે. હવે ફેઝ-2નું કામ 2023માં પૂર્ણ કરવાનો ટાર્ગેટ બનાવાયો છે.

ગાંધીનગરની મેટ્રો રેલનું કામ વડાપ્રધાને શિલાન્યાસ કર્યા બાદ હવે શરૂ થશે અને ફેઝ-2નું કામ 2023માં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, ગાંધીનગરમાં મેટ્રો માર્ગની કુલ લંબાઈ 34 કિલોમીટર હતી, પરંતુ સુધારેલા ડીપીઆર પ્રમાણે મેટ્રો રૂટની લંબાઈ 28. કિ.મી. સુધીની કરવામાં આવી છે. તેમાં બે કોરિડોર હશે-પ્રથમ 22.84 કિલોમીટરની લંબાઇ મોટેરાને મહાત્મા મંદિર સાથે જોડાશે અને બીજી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી 5.42 કિલોમીટર લાંબી શાખા પીડીપીયુ અને ગિફ્ટ સિટીને જોડશે.

2016માં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કામ શરૂ થયું હતું. અત્યાર સુધીમાં મેટ્રોનું 86.64 ટકા કામ પૂર્ણ થયું છે. સાથે જ અત્યાર સુધીમાં મેટ્રો માટે જમીન ઉપલબ્ધી માટે કુલ 81.69 કરોડ રૂપિયા ચૂકવાયા છે. મેટ્રોમાં ફેઝ-1 અંતર્ગત વસ્ત્રાલથી થલતેજ ગામનો 20.91 કિલોમીટરનો અને વાસણાના APMCથી મોટેરા સુધી 19.12 કિલોમીટર વિસ્તારનો સમાવેશ કરાયો છે.

ફેઝ-1ના સ્ટેશનની વાત કરીએ તો આ સ્ટેશનમાં વાસણા એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીઆશ્રમ, સ્ટેડિયમ, જુની હાઇકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલ્વે સ્ટેશન, સાબરમતી, મોટેરા સ્ટેડિયમ, વસ્ત્રાલ, નિશંત પાર્ક, રબારી કોલોની, અમરાઇવાડી, એપરલપાર્ક, કાંકરિયા ઇસ્ટ, કાલુપુર રેલ્વે સ્ટેશન, શાહપુર, સ્ટેડિયમ, કોમર્સ છ રોડ, ગુજરાત યુનિવર્સિટી, ગુરૂકુળ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ રેલ્વે સ્ટેશન બનશે. આમ, મેટ્રોમાં કુલ 32 રેલવે સ્ટેશન હશે. જેમાં 28 એલિવેટર અને 4 અન્ડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.

પ્રોજેક્ટના ફેઝ-1માં 40 કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેન દોડાવાશે. જેમાં અપ અને ડાઉન ટ્રેન માટે જમીનથી લગભગ 18 મીટર નીચે બે ટનલ તૈયાર છે. બંને ટનલને દર 50 મીટરના અંતરે પેસેજથી જોડવામાં આવી છે, જેથી આકસ્મિક સમયે લોકો સરળતાથી આ પેસેજ દ્વારા બહાર નીકળી શકશે. બંને ટનલ વચ્ચે 6.5 મીટરનું અંતર હશે. ટનલની અંદરનો ડાયામીટર 5.8 મીટર અને બહારનો ડાયામીટર 6.35 મીટર છે.

આ પણ વાંચો-

2 માર્ચથી યોજાનારા બજેટ સત્રમાં મેડિકલ ટુરિઝમ બીલ રજૂ થશે, નવી મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના અંગે કરાશે જાહેરાત

આ પણ વાંચો-

Ahmedabad: આફ્રિકન યુવક-યુવતીએ ગુનાખોરી માટે અપનાવી આ યુકિત, જુઓ તેમના પેટમાંથી શું નીકળ્યુ

Next Video