ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પીએમ મોદીના માતા હીરા બા એ મતદાન કર્યું

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પીએમ મોદીના માતા હીરા બા એ મતદાન કર્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 11:11 AM

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી માટે મતદાન શરૂ છે.જે અંતર્ગત પીએમ મોદીના માતા હીરા બા એ પણ મતદાન કર્યું હતું.

ગુજરાતની(Gujarat) ગાંધીનગર મહાનગરપાલિકાની(Gandhinagar Corporation) 11 વોર્ડની 44 બેઠકો માટે રવિવારે મતદાન શરૂ થયું છે. જે અંતર્ગત પીએમ મોદીના માતા હીરા બા એ પણ મતદાન કર્યું હતું.

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી માટે મતદાન શરૂ છે. જેમાં મતદાનના પ્રથમ અઢી કલાકમાં 6 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં સવારના નીરસ મતદાન બાદ હવે મતદારોમાં ઉત્સાહ વધી રહ્યો છે. તેમજ વોર્ડ નં 4માં સેક્ટર 20 સરકારી પ્રાથમિક શાળામાં મતદારોની લાઇન લાગી છે.

આ ઉપરાંત સવારથી શરૂ થયેલા મતદાનમાં અનેક બુથ પર EVMમાં ખામી સર્જાઈ હતી. જેમાં સેક્ટર 21, 22 અને 24માં EVMમાં ખામી સર્જાઈ હતી. તેમજ ફરિયાદ બાદ ઇવીએમ બદલવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સેક્ટર 6 સરકારી શાળા મતદાન મથક પર વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં સિનિયર સીટીઝન માટે વ્હીલચેરની સુવિધા ન હતી. 86 વર્ષના મતદાર મતદાન કરવા આવ્યા પણ વ્હીલચેર ના મળી જેના પગલે મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. વ્હીલચેર ન હોવાને કારણે 86 વર્ષના બા મતદાન કરવા ન જઇ શક્યા.તેમને કમરમાં તકલીફ અને કેન્સરનું ઓપરેશન કર્યું હોવાથી તેઓ ચાલી શકે તેમ ન હતા.

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે 3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાશે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે,

આ મતદાન મથકો પર 1500થી વધુ કર્મચારી, અધિકારી ફરજ પર તૈનાત કરાયા છે. ગાંધીનગરના 144 સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ તંત્રએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

આ પણ વાંચો : છોટા ઉદેપુરના નસવાડીના નાગરિકો પરેશાન, એક વર્ષના વાયદા બાદ પણ કોઝવે રીપેર ના થયો

આ પણ વાંચો : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંગ્રામ, 122 બેઠકની ચૂંટણી અને 96 બેઠકની પેટાચૂંટણી

Published on: Oct 03, 2021 10:56 AM
g clip-path="url(#clip0_868_265)">