PM મોદીનો મહેસાણા પ્રવાસ, તરભના વાળીનાથ મંદિરે કરશે દર્શન, ઉત્તર ગુજરાત પર નજર, જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતની મુલાકાત વડાપ્રધાન મોદી કરનાર છે. આ દરમિયાન PM મોદી મહેસાણાના તરભમાં યોજાઈ રહેલા વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે અને શરુઆતના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરનાર છે. વડાપ્રધાન મોદી પોતાના વતનના વિસ્તારમાં આવેલા વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર છે. જ્યાં આગામી 22 ફેબ્રુઆરીએ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાવશે. આ દિવસે અહીં લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હશે. વડાપ્રધાન મોદી તરભ વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાને લઈ તડામાર તૈયારીઓ કરાઈ છે.
આ પણ વાંચો: પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણમાં હત્યાનો મામલો, પોલીસે વધુ 9 આરોપીઓ ઝડપ્યા
આવનારી લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતનો પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રહેવાને લઈ ખાસ રીતે જોવાઈ રહ્યો છે. ચૂંટણી જાહેર થવા અગાઉનો પ્રવાસ ધાર્મિક કાર્યક્રમનો હોવા છતાં સૌની નજર મહેસાણાની મુલાકાત પર રહેશે. આ સાથે મહેસાણા બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે.