વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો, લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરામાં C-295 એરક્રાફ્ટ નિર્માણના કોમ્પલેક્સનું લોકાર્પણ કરવામાં આવશે. જો કે તે પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન બે કિલોમીટર લાંબો એક ભવ્ય રોડ શો યોજાયો.
વડોદરા શહેર આજે ઐતિહાસિક મહામુલાકાતનું સાક્ષી બન્યું છે. વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝે એરપોર્ટથી ખુલ્લી જીપમાં મેગા રોડ શો યોજ્યો. ટાટા એરબસની ફાઇનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ ભવ્ય રોડ-શો યોજ્યો. રોડ-શોમાં માનવ મહેરામણ ઉમટી પડેલુ જોવા મળ્યુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરામાં C-295 એરક્રાફ્ટ નિર્માણના કોમ્પલેક્સનું લોકાર્પણ કરવામાં આવશે. જો કે તે પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન બે કિલોમીટર લાંબો એક ભવ્ય રોડ શો યોજાયો. વડોદરાવાસીઓ દ્વારા બંને મહાનુભાવોન ને નગરજનો દ્વારા અદમ્ય ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા.
રોડ શોની આસપાસ ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. રોડ શોને લઇને એરપોર્ટ સર્કલથી છેક ટાટા ફેક્ટરી સુધી માર્ગમાં એક તરફ શહેરીજનો સ્વયંભૂ ગોઠવાઇ ગયા હતા. કેટલીક સંસ્થાઓ દ્વારા ત્રણ હજાર જેટલા સી-295 વિમાનના બેનર આપવામાં આવ્યા હતા. આ બેનર સાથે નિવૃત્ત સેના જવાનો, યુવાનો, યુવતીઓ, બાળકો હાથમાં લઈ લહેરાવી રહ્યા છે.
મહત્વનું છે કે બન્ને દેશના વડાપ્રધાન રોડ શો યોજીને ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ ખાતે પહોંચ્યા છે. જ્યાં C-295 એરક્રાફ્ટ નિર્માણના કોમ્પલેક્સનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે PM મોદી અને સ્પેનના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે. દ્વિપક્ષીય વાતચીત બાદ લક્ષ્મીવિલાસ પેલેસમાં બન્ને નેતાઓ લંચ કરશે. બપોરે 1 કલાકે વડાપ્રધાન મોદી વડોદરાથી ભાવનગર જવા રવાના થશે.