અમદાવાદમાં કોર્પોરેશન (Ahmedabad Corporation) દ્વારા સંચાલિત એકમાત્ર હિન્દી શાળા (Hindi school)નું ભાવિ જોખમી બનતું જઈ રહ્યું છે. એવી શાળા કે જ્યાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ (Students) આંખોમાં અનેક સપનાઓ લઈને ભણવા આવી રહ્યા છે, પરંતુ તેમના આ સપના તૂટી શકે છે. કેમકે આખી શાળામાં માત્ર એક જ શિક્ષક છે.
મેટ્રો સિટી અમદાવાદ એકતરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. અવનવા પ્રોજેક્ટ અમદાવાદમાં શરૂ થઈ રહ્યા છે. શહેરની કાયાપલટ થઈ રહી છે તો બીજીબાજુ શહેરનો એક એવો ખૂણો પણ છે કે જ્યાં શાળાની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં 107 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું ભારણ માત્ર એક જ શિક્ષકના ખભા પર છે. આ શાળા છે રખીયાલની બાપુનગર હિન્દી માધ્યમિક શાળા. જ્યાં આચાર્ય દ્વારા જ શાળાના બંને વર્ગને ભણાવવામાં આવે છે.
શાળામાં અભ્યાસ કરી રહેલા આ બાળકોના મનમાં અનેરો ઉત્સાહ છે. જીવનમાં આગળ જતા કંઈક બનવાની ઈચ્છા છે. પરંતુ દયનીય સ્થિતિ એ છે કે તેમને ભણાવવા માટે પુરતા શિક્ષકો જ નથી. જિલ્લા શિક્ષણાધિકારીને અનેક રજૂઆત છતાં હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. તો બીજીબાજુ પૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષક બનીને ક્યારેક શાળાને નિ:શુલ્ક સેવા આપી દેતા હોય છે.
આ શાળામાં પરપ્રાંતીયો અને ગરીબોના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. દયનીય સ્થિતિ એ પણ છેકે કોર્પોરેશન દ્વારા શાળાની જૂની ઈમારત ધ્વસ્ત કર્યા બાદ બે વર્ષથી ગુજરાતી શાળાના બિલ્ડિંગમાં આ હિન્દી માધ્યમની શાળા ચલાવવામાં આવી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છેકે શિક્ષણ વિભાગ દ્વારા આ બાળકોની ચિંતા ક્યારે કરવામાં આવશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-