Panchmahal : યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત, 56 પ્રવાસી હતા સવાર, જુઓ Video

Panchmahal : યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત, 56 પ્રવાસી હતા સવાર, જુઓ Video

| Edited By: | Updated on: Nov 07, 2025 | 1:53 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે પંચમહાલમાં યાત્રાથી પરત ફરી રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે. પંચમહાલના શહેરાના વાઘજીપુર ચોકડી પર આ ઘટના બની હતી.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે પંચમહાલમાં યાત્રાથી પરત ફરી રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે. પંચમહાલના શહેરાના વાઘજીપુર ચોકડી પર આ ઘટના બની હતી. ખાનગી લકઝરી બસની બ્રેક ફેલ થતા આઈશર ટ્રક સાથે ટક્કર થઈ હતી. અકસ્માતમાં 13 પ્રવાસીઓને નાની-મોટી ઈજા પહોંચી હતી. મળતી વિગતો અનુસાર યાત્રાળુની બસમાં મોડાસાના લોકો સવાર હતા.

ઉલ્લેખનીય છે કે યાત્રાળુઓ ઉત્તર ભારતના પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માતની ઘટના બની હતી. પ્રાપ્તથતી માહિતી અનુસાર 56 જેટલા પ્રવાસીઓ બસમાં સવાર હતા. અકસ્માતની ઘટના બનતાની સાથે તાત્કાલિક ધોરણે 108ની મદદથી ઈજાગ્રસ્તોને શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

વડોદરામાં ઝડપાયો હતો ગમખ્વાર અકસ્માત

બીજી તરફ આ અગાઉ વડોદરાના અવધૂત ફાટક પાસે દિવાળી સમયે નીતિન ઝાએ નશામાં ધૂત થઈને રસ્તા પર સૂતેલા શ્રમિક પરિવાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જે તે વખતે પરિવારના ચાર વર્ષના માસુમનું મોત થયું હતું. અને મહિલા સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે આ ઈજાગ્રસ્ત સગર્ભા મહિલાના નવજાતનું પણ મોત થતા આરોપી નીતિન ઝા પર લોકો ફટકાર વરસાવી રહ્યાં હતા. પરિવારજનોએ નીતિન ઝાને કડકમાં કડક સજા કરવાની કરી માગ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો