વીડિયો: વીજ બીલનો માત્ર 1 રુપિયો ન ભરતા PGVCLએ ખેડૂતને આપી નોટિસ, PGVCLએ નોટિસ પાછળ 5 રુપિયા ખર્ચ્યા

વીડિયો: વીજ બીલનો માત્ર 1 રુપિયો ન ભરતા PGVCLએ ખેડૂતને આપી નોટિસ, PGVCLએ નોટિસ પાછળ 5 રુપિયા ખર્ચ્યા

| Edited By: | Updated on: Dec 09, 2023 | 1:45 PM

હરેશ સોરઠીયા નામના ખેડૂતોને બાકી વીજબિલ કેસના સમાધાન માટે લોકઅદાલતમાં આ કાર્યવાહી કરવામાં આવી. બાકી વીજ બિલનો કેસ વડીયાની લોક અદાલતમાં પહોંચ્યો. જ્યાં કેસના નિકાલની તારીખ નક્કી કરવામાં આવી. આ બેઠકમાં હાજર રહેવા ખેડૂતોને નોટિસ સાથે બાકી રહેલો 1 રૂપિયો ભરવા ફરમાન કરવામાં આવ્યું.

અમરેલી : આજના સમયમાં મોંઘવારી ખૂબ જ વધી ગઇ છે. ત્યારે એક રૂપિયાનું મૂલ્ય કેટલું  તેવો સવાલ થાય છે. જો કે આ સવાલથી પણ વધુ આશ્ચર્ય સર્જતી ઘટના અમરેલીમાં સામે આવી છે. અમરેલીના કુકાવાવના ખેડૂતને PGVCL એક એવી વિચિત્ર નોટિસ ફટકારી છે જેને લઇને કુતુહલ સર્જાયું છે.

હરેશ સોરઠીયા નામના ખેડૂતોને બાકી વીજબિલ કેસના સમાધાન માટે લોકઅદાલતમાં આ કાર્યવાહી કરવામાં આવી. બાકી વીજ બિલનો કેસ વડીયાની લોક અદાલતમાં પહોંચ્યો. જ્યાં કેસના નિકાલની તારીખ નક્કી કરવામાં આવી. આ બેઠકમાં હાજર રહેવા ખેડૂતોને નોટિસ સાથે બાકી રહેલો 1 રૂપિયો ભરવા ફરમાન કરવામાં આવ્યું. ખેડૂતને એક રૂપિયાની નોટિસ મળતા જ સૌકોઇ આશ્ચર્યમાં મુકાયું અને નોટિસનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો-અમદાવાદ: સાણંદ-વિરમગામ હાઇવે પર એક સાથે 10 ટ્રેકટરનો અકસ્માત, લાખો મણ ડાંગર રસ્તા પર ઢોળાઇ, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે 1 રૂપિયા બોકી હોવાની નોટિસ પાછળ PGVCLએ રૂપિયા 5ની પોસ્ટ ટિકિટનો ખર્ચ કર્યો. એટલે કે ઘાટ કરતા ઘડામણ મોંઘું હોવાની કહેવત સાબીત થતી જોવા મળી.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Dec 09, 2023 01:42 PM