Rajkot : PGVCLના ધાંધિયાથી પ્રજાની સાથે નેતા પણ પરેશાન, BJPના નેતાએ કર્યો હલ્લાબોલ, જુઓ Video
વરસાદ આવતાની સાથે જ PGVCLના ધાંધિયા શરુ થઈ ગયા છે. રાજકોટમાં PGVCLના ધાંધિયાથી પ્રજાની સાથે નેતા પણ પરેશાન થતા જોવા મળ્યા છે. ભાજપ નેતાએ જામટાવર ખાતે આવેલી PGVCL ઓફિસમાં હલ્લાબોલ કર્યો છે.
વરસાદ આવતાની સાથે જ PGVCLના ધાંધિયા શરુ થઈ ગયા છે. રાજકોટમાં PGVCLના ધાંધિયાથી પ્રજાની સાથે નેતા પણ પરેશાન થતા જોવા મળ્યા છે. ભાજપ નેતાએ જામટાવર ખાતે આવેલી PGVCL ઓફિસમાં હલ્લાબોલ કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે PGVCL કચેરીમાં હલ્લાબોલ કર્યો છે. ચાર દિવસથી PGVCLની કચેરીમાં કોઈ ફોન ન ઉપાડતા નેતા પણ આકરા પાણીએ છે.
ભાજપ નેતાએ PGVCLની ઓફિસમાં કર્યો હલ્લાબોલ
ભાજપ નેતા જયમીન ઠાકરે PGVCLના અધિકારીને ખખડાવી નાખ્યા હતા. PGVCLના ઘરે આરામ કરતા કર્મચારીઓને નેતાએ ઓફિસ બોલાવી ખખડાવ્યા હતા.વોર્ડ-2માં લાઇટ જશે તો અધિકારીઓના ઘરની લાઈટો કાપશે તેવી ભાજપ નેતાએ ચીમકી આપી છે. રાજકોટના વોર્ડ-2માં છેલ્લા 4 દિવસથી સતત લાઈટ ગુલ થતા સ્થાનિકો સાથે નેતા પરેશાન થયા છે. અધિકારીએ લાઈટ નહીં જાય તેવી લેખિતમાં ખાતરી આપતા મામલો થાળે પાડ્યો હતો.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
