Vadodara: ક્ષત્રિય સમાજના લોકોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માગ, DYSP સહિત અનેક અધિકારી શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા, જુઓ Video

|

Aug 17, 2023 | 7:40 AM

ગામેઠા ગામે બે સમુદાય વચ્ચે થયેલી અથડામણને લઈ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા અને યોગ્ય તપાસની રજૂઆત કરી હતી.

Vadodara : ગામેઠા ગામે બે સમુદાય વચ્ચે થયેલી અથડામણને લઇ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા. અને યોગ્ય તપાસની રજૂઆત કરી હતી. ક્ષત્રિય સમાજનો આક્ષેપ છે કે તેમના ગામમાં એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodara : MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ, યુનિવર્સિટીના સત્તાધીશોએ કરી નિંદા, જુઓ Video

બહારથી આવતા લુખ્ખા તત્વો ગામની શાંતિ ડહોળતા હોવાનો પણ આરોપ છે. એટલું જ નહીં ગામના તમામ લોકો હળીમળીને રહેતા હોવાનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યાં છે તો આ સાથે જ SPએ જણાવ્યુ કે છેલ્લા 25 વર્ષમાં ગામેઠા ગામમાં નથી નોંધાઇ એટ્રોસિટીની ફરિયાદ પરંતુ છેલ્લા 24 કલાકમાં 2 એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત SPએ કહ્યુ કે જે શખ્સો ગામમાં અશાંતિ ફેલાવી રહ્યાં છે તેના પર નજર રાખવામાં આવી રહી છે.

શાંતિ સમિતિની બેઠક યોજાઈ

તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ પણ યોગ્ય તપાસની ખાતરી આપી છે. તો ગામમાં બંને સમુદાયોના આગેવાનોને સાથે રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. જેમાં પ્રાંત અધિકારી, DYSP, PI અને મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગામમાં બંને સમુદાયના લોકોને ભાઈચારાથી રહેવા અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને ગામના લોકોને ખોટી અફવામાં ન આવવા માટે અપીલ કરી છે.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:56 am, Thu, 17 August 23

Next Video