Sabarkantha: પ્રાંતિજમાં પેટ્રોલ ચોર ગેંગથી લોકો પરેશાન, બાઇકની પાઇપ કાપીને ચોરી
સાબરકાંઠા જિલ્લા તસ્કરોએ લોકોને પરેશાન કરી મુક્યા છે. બાઇક ચોરી અને અન્ય તસ્કરીતો સામાન્ય બની હોય એવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવે ઘર આગળ પાર્ક કરેલા બાઇકમાંથી પેટ્રોલ ચોરી આચરવામાં આવતી ટોળકી સક્રિય થવાને લઈ લોકોમાં રોષ ફેલાયો છે.
પ્રાંતિજ વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી કેટલાક લોકો પેટ્રોલ ચોર ટોળકીનો શિકાર બની રહ્યા છે. ઘર આગળ મુકેલ બાઇકમાંથી રાત્રી દરમિયાન પેટ્રોલની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે. બાઇકની ટાંકીથી ઇંજન સુધીની પાઇપને કાપીને તેમાંથી પેટ્રોલ નિકાળીને ટોળકી દ્વારા ચોરી કરવામાં આવે છે. મોંઘાદાટ પેટ્રોલમાંથી ચોરી આચરવાને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
આ પણ વાંચો: ઇડર સિવિલમાં તબિબે શરમ નેવે મૂકી! 5 નર્સો સાથે અભદ્ર વર્તન કર્યાના આક્ષેપ
ત્રણ દિવસમાં ત્રણ બાઇકમાંથી પેટ્રોલ ચોરી થવાની ઘટના પ્રાંતિજમાં સામે આવી છે. જેમાં એક પલ્સર સહિત ત્રણ બાઈકમાંથી પેટ્રોલ ચોરાયું હતું શહેરના હુમ્મડ કૂવા અને લાલ દરવાજા વિસ્તારમાંથી પેટ્રોલની ચોરી થઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકોએ સીસીટીવી ચેક કરીને ગેંગને ઝડપવા માટે માંગ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News