tv9 સાથેની વાતચીતમાં પવન ખેરાનો મોટો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ- Video

|

Apr 30, 2024 | 8:18 PM

કોંગ્રેસના નેતાએ tv9 સાથેની વાતચીતમાં ગુજરાતની મોટાભાગની બેઠકો જીતવાનો દાવો કર્યો તો બીજી તરફ ભાજપના 400 પારના નારા અંગે તેમણે આક્ષેપ કર્યો કે ભાજપને બંધારણ બદલવુ છે એટલે 400 બેઠતો જીતવી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા આજે અમદાવાદની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે tv9 સાથેની ખાસ વાતચીતમાં અનેક મુદ્દાઓ પર વાત કરી. લોકસભાની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે તેવો પણ તેમણે દાવો કર્યો. ખેરાએ ભાજપના 400 પારના નારા પર આક્ષેપ કર્યો કે ભાજપને બંધારણ બદલવુ છે એટલે 400 બેઠકો જોઈએ છે. બાકી સરકાર તો 272 સીટોથી પણ બની જાય. એમને શા માટે 400 પાર જોઈએ છે, બંધારણ બદલવા અંગે પણ તેમણે આક્ષેપ કર્યો કે બંધારણ બદલવુ એટલે રિઝર્વેશનને ખતમ કરી દેવુ. ભાજપ એ જ કરવા માગે છે. આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનનો હવાલો આપતા ખેરાએ કહ્યુ કે ખુદ ભાગવતે 2015માં બિહાર ચૂંટણી સમયે અનામત હટાવવાની વાત કરી હતી.

“ત્રીજા તબક્કામાં બાદ ભાજપ ઘરે જ બેસી જશે”

ખેરાએ લોકસભાની ચૂંટણી મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કર્યા કે બે ચરણ આવતા સુધીમાં તો પીએમ મોદીના ચહેરાનો રંગ ઉડી ગયો છે અને ત્રીજુ ચરણ પુરુ થશે ત્યાં સુધીમાં તો દેખાતા પણ બંધ થઈ જશે. તેમણે કહ્યુ પ્રથમ ચરણ પહેલા ગુલાબની જેમ ખીલેલો ચહેરો હતો. બીજુ ચરણ આવતા સુધીમાં તેમનો ચહેરો ઉતરી ગયો, ગુલાબ મુરજાવા લાગ્યુ, હાવભાવ બદલાઈ ગયા અને મુદ્દાઓ પણ બદલાઈ ગયા.

“એક સમાજથી મોટા રૂપાલા થઈ ગયા”

આ અગાઉ રૂપાલા વિવાદ મુદ્દે ખેરાએ જણાવ્યુ કે ભાજપ માટે એક સમાજથી મોટા રૂપાલા થઈ ગયા. ગુજરાતને પોતાની રીતે અહંકાર તોડતા આવડે છે. મોદી સરકાર પર પ્રહાર કર્યો કે 10 વર્ષની સત્તાનું રિપોર્ટ કાર્ડ આપવાના બદલે વિવાદ કરે છે. તેમણે કહ્યુ લોકોની અંદર ભારોભાર આક્રોષ છે અને લોકોને ડરાવવામાં આવી રહ્યા છે.

Jaggery : ગોળ સાથે કઈ વસ્તુઓ ખાવી જોઈએ? અહીંયા જાણો
GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?

આ પણ વાંચો: Breaking News: T-20 વર્લ્ડ કપ માટે ટીમની થઈ જાહેરાત, રોહિત શર્મા કેપ્ટન, હાર્દિક વાઈસ કેપ્ટન, પંતને મળ્યુ સ્થાન, રાહુલ ટીમમાંથી બહાર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 8:17 pm, Tue, 30 April 24

Next Article