Rain News : પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ ખાબક્તા મંદિર પરના પગથીયા પર વહ્યો પાણીનો ધોધ, ભક્તોને ભારે હાલાકી, જુઓ Video

Rain News : પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ ખાબક્તા મંદિર પરના પગથીયા પર વહ્યો પાણીનો ધોધ, ભક્તોને ભારે હાલાકી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 30, 2025 | 12:41 PM

મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં ધડબડાટી બોલાવી છે.આજે વહેલી સવારથી પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં ધડબડાટી બોલાવી છે.આજે વહેલી સવારથી પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા છે. મંદિર તરફ જવાના માર્ગ પરના પગથીયા પર પાણીનો ધોધ વહ્યો છે. પાવાગઢ દર્શને આવેલા ભક્તોને ભારે હાલાકી થઈ છે.

હાલોલમાં આભ ફાટ્યું

તો આ તરફ હાલોલમાં આભ ફાટ્યું છે. સમગ્ર વિસ્તારમાં 4 કલાકમાં 8.35 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાલોલ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ગોધરા રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે.

આ તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તમામ મુખ્ય માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી વહેતા થતા ટ્રાફિક ખોરવાયો છે. વરસાદી પાણીમાં એસ.ટી બસ ખોટકાતા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલોલના દુનિયા ગામ નજીક કાર પાણીમાં તણાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો