સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસીની અછત સર્જાઈ છે. જેના કારણે હડકાયા શ્વાન કરડ્યા બાદ રસી લેવા માટે દર્દીઓ રાજકોટ અને અમદાવાદ રસી લેવા જવા મજબુર બન્યા છે. સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી હડકવાની રસી જ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓમાં રોષ ફેલાયો છે.
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસીની અછત સર્જાતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. હડકાયા શ્વાન કરડ્યા બાદ દર્દીઓ રસી લેવા માટે સિવિલમાં તો આવે છે, પરંતુ અહીં રસી જ ન હોવાથી તેઓ રાજકોટ અને અમદાવાદ ધક્કો ખાવા મજબૂર બન્યા છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી હડકવાની રસી જ ઉપબલ્ધ ન હોવાથી દર્દીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
આ પણ વાંચો-મોરબીમાંથી નશાકારક સિરપ ઝડપાવા મામલે 6 લોકો સામે ફરિયાદ, NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ, જુઓ Video
સુરેન્દ્રનગરની સિવિલમાં છેલ્લા એક જ મહિનામાં 1430 જેટલા લોકોને હડકાયા શ્વાન કરડ્યા હોવાના કેસો નોંધાયા છે, પરંતુ રસી જ ન હોવાથી દર્દીઓને રાજકોટ કે પછી અમદાવાદની હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે. દર્દીઓ રસી લેવા માટે ધક્કા ખાઇ રહ્યા છે છતાં તેમને રસી મળી રહી નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો