Bhavnagar Video : પહેલા વરસાદમાં જ આંગણવાડીની કથળતી સ્થિતિ, કાદવ- કીચડ અને પાણી ભરાતા બાળકોને પરેશાની

|

Jun 26, 2024 | 4:54 PM

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ રહી છે. ત્યારે ભાવનગરના ગારીયાધાર આંગણવાડીમાં પહેલા વરસાદમાં જ કાદવ કીચડ અને પાણી ભરાયા છે.

ભાવનગરમાં પહેલા વરસાદમાં જ ગારીયાધાર આંગણવાડીની સ્થિતિ ખરાબ થઈ છે. પહેલા વરસાદમાં આંગણવાડી કાદવ કીચડથી ભરાઈ જતા બાળકો પરેશાન છે. આંગણવાડીની બહાર અને આસપાસના વિસ્તારમાં કાદવ કીચડ થતા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. જો કે સામાન્ય વરસાદમાં આંગણવાડીના ગેટ પાસે પાણી ભરતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વરસાદ પડતાની સાથે જ કાદવ કીચડ અને પાણી ભરાતા આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો લોકોમાં ભય જોવા મળ્યો છે. અનેક વાર રજૂઆત છતા પાલિકા દ્વારા કાર્યવાહી ન કરાઈ હોવાનું સામે આવ્યુ છે.આ ઉપરાંત આંગણવાડીમાં ફાયર સેફ્ટીના સાધનો પણ એક્સપાયરી ડેટના હોવાનું ખુલ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video