Breaking News: પાટણમાં વરઘોડા પર હુમલો, વરરાજાને ઘોડા પરથી નીચે પટકાવ્યો, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન તણાવપૂર્ણ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પટણી સમાજના વરઘોડા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટનામાં વરરાજાને ઘોડા પરથી નીચે પટકવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી છે. હુમલામાં વરરાજા સહિત પરિવારના અન્ય સભ્યોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.

ઘોડા પરથી નીચે પટકવામાં આવ્યા હતા
પ્રાથમિક માહિતી અનુસાર, પટણી સમાજનો વરઘોડો ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઠાકોર સમાજના વિસ્તાર પાસેથી પસાર થતી વખતે વિવાદ સર્જાયો હતો. આરોપ છે કે ત્યારબાદ કેટલાક લોકોએ વરઘોડા પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન વરરાજાને ઘોડા પરથી નીચે પટકવામાં આવ્યા હતા અને મારામારી થતાં લગ્ન પ્રસંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
આ ઘટનામાં વરરાજા ઉપરાંત તેમના પરિવારના અન્ય સભ્યોને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે. ઘટનાને પગલે ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
પોલીસે તપાસ શરૂ કરી છે
સમગ્ર મામલે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે બંને પક્ષના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાનું સાચું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લીધા છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હુમલાનું ચોક્કસ કારણ અને જવાબદારો અંગે વધુ વિગતો સામે આવશે.
Breaking News : વડોદરા મહાનગરપાલિકાએ નર્મદા નિગમ પાસેથી 7 દિવસમાં 88.62 લાખનું પાણી ખરીદ્યું, જુઓ Video