Patan: વારાહી પોલીસ મથકના કોન્સ્ટેબલે લીધી લાંચ, પોલીસે કરી કાર્યવાહી, જુઓ Video

|

Jun 02, 2023 | 11:38 PM

પાટણમાં કોન્સ્ટેબલ વતી લાંચ લેતો શખ્સ પકડાયો છે. વારાહી પોલીસ મથકના કોન્સ્ટેબલે લાંચ માગી હતી. ફરિયાદીના ભત્રીજાને ન પકડવા લાંચ માગી હતી. કોન્સ્ટેબલ હરિંસિહ વાઘેલા વતી ઇકબાલે લાંચ લીધી હતી. રૂ.3.50 લાખની લાંચ સ્વીકારતા ઇકબાલ ખાન પકડાયો છે.

Patan: વારાહી પોલીસ મથકના કોન્સ્ટેબલ સામે લાંચ કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક ફરિયાદીના ભત્રીજાને ન પકડવા માટે વારાહી પોલીસ મથકના કોન્સ્ટેબલ હરિસિંહ વાઘેલાએ રૂ.3.50 લાખની લાંચ માગી હતી. પરંતુ કોન્સ્ટેબલ હરિસિંહ લાંચની રકમ ઈકબાલ નામના શખ્સ વતી સ્વીકારતો હતો. ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવીને લાંચ લેનાર ઈકબાલ ખાન નામના શખ્સને રંગે હાથ ઝડપી લીધો હતો. ત્યારે ખુલાસો થયો કે ઈકબાલ નામનો શખ્સ કોન્સ્ટેબલ હરિસિંહ વાઘેલા વતી લાંચની રકમ સ્વીકારે છે.

આ પણ વાંચો : રાજ્યમાં અનેક જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, અમદાવાદમાં વીજળીના કડાકા અને કરા સાથે તૂટી પડ્યો વરસાદ

ACBએ રૂ.3.50 લાખની લાંચ લેવાના કેસમાં આરોપી ઈકબાલ ખાન અને પોલીસ કોન્સ્ટેબલ હરિસિંહ સામે કાર્યવાહી હાથ ધરી છે. આવા અનેક કિસ્સાઓ અગુ પણ બની ચૂક્યા છે, જેમાં સરકારી બાબુઓ દ્વારા લાંચ લેવાના બનાવો બન્યા છે. મહત્વનું છે કે આવા સરકારી બાબુઓ લાંચ સ્વીકારવા પણ માણસો રાખતા હોવાની ઘટનાઑ સામે આવતી હોય છે. જોકે આ લાંચ લેવાના કેસમાં આરોપી સહિત ઘટનામાં જવાબદાર તમામ લોકોની સામે પોલીસે કાર્યાવહી પણ કરી છે.

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video