Monsoon 2023 : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, સુરત, નવસારી, ડાંગ, તાપીમાં ધોધમાર વરસાદ, જુઓ Video

Monsoon 2023 : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, સુરત, નવસારી, ડાંગ, તાપીમાં ધોધમાર વરસાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 1:05 PM

ગુજરાતમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા છે. ડાંગના આહવા, સાપુતારા સહિત પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના પગલે નાગલી, વરાઈ, ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. સુરત જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. ઓલપાડ, માંગરોળ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Monsoon 2023 : ગઇકાલ રાતથી રાજ્યમાં વરસાદી (Rain) માહોલ સર્જાયો છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. સુરત, નવસારી, ડાંગ, તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોને  (Farmers ) મોટી રાહત મળી છે.

આ પણ વાંચો-Breaking News : CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે દિલ્હી, રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનર ડિપ્લોમસીમાં આપશે હાજરી

ગુજરાતમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થયા છે. ડાંગના આહવા, સાપુતારા સહિત પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના પગલે નાગલી, વરાઈ, ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. સુરત જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. ઓલપાડ, માંગરોળ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. વ્યારા,વાલોડ,ડોલવણમાં વરસાદ વરસ્યો છે. સોનગઢમાં પણ વરસાદી ઝાપટું પડ્યુ છે.

ડાંગના સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાપુતારા ખાતે સહેલાણીઓએ વરસાદની મજા માણી રહ્યા છે. તો નવસારી અને જિલ્લાના વિસ્તારોમાં બીજા દિવસે પણ વરસાદ છે. વરસાદના પગલે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં નીર આવ્યા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">