તૈયાર રહેજો ! ગુજરાતમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ, આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

|

Sep 12, 2022 | 9:23 AM

થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. આજે સુરત, નર્મદામાં અતિભારે વરસાદની (Heavy rain) આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદના (Gujarat Rain) વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં (South gujarat)  ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. આજે સુરત, નર્મદામાં અતિભારે વરસાદની (Heavy rain) આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બરે સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની અને 15 સપ્ટેમ્બરે તાપી, ડાંગ અને વલસાડમાં (Valsad) અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો

રાજ્યમાં વરસાદી જામ્યો છે.મોટાભાગના જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો.ભરૂચમાં (Bharuch)  સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.અનેક વિસ્તારોમાં વરસાદી પાણી નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે.તો રાજકોટ જિલ્લાના જેતપુર (jetpur)  અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો.ભારે વરસાદના પગલે રસ્તાઓ પાણી ભરાયા હતા.આ તરફ અરવલ્લીના માલપુરમાં ભારે પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.માલપુરમાં માત્ર એક કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો.વીઝિબિલીટી ઘટી જતા વાહનચાલકોને હેડલાઈટ ચાલુ કરીને ડ્રાઈવ કરવાનો વારો આવ્યો હતો.

અમદાવાદ જિલ્લાના ધોળકામાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો.છોટાઉદેપુરના નસવાડીમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તાર સહિત ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.ખેડામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.નડિયાદ, ઠાસરા સહિતના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો.

Published On - 9:16 am, Mon, 12 September 22

Next Video