પરશોત્તમ રુપાલા હારશે, આંદોલન હાલ સ્થગિત રાખવાની ક્ષત્રિય સંકલન સમિતિએ કરી જાહેરાત, જુઓ વીડિયો

|

May 16, 2024 | 7:43 PM

શંકરસિંહ વાઘેલાએ આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી, શંકરસિંહ વાઘેલા અમારા આદરણીય જરૂર છે, પરંતુ આંદોલન અંગે અધિકાર એમનો નથી. ક્ષત્રિય સમાજે ડંકાની ચોટ પર ભાજપ સામે મતદાન કર્યું છે. પરિણામની ચિંતા કર્યા વગર અમે અમારી લડત લડ્યા છીએ. જય પરાજયની ચિંતા કર્યા વગર લડત લડ્યા છીએ.

રાજકોટ લોકસભા મતવિસ્તારમાં ક્ષત્રિયોએ પરશોત્તમ રુપાલા વિરુદ્ધ મતદાન કર્યું છે. ક્ષત્રિયોની સાથેસાથે અન્ય સહયોગી સમાજે રાજકોટ બેઠક પર 80 ટકા મતદાન કર્યું છે. રુપાલા સામેનું આંદોલન હાલમાં સ્થગિત કરવામાં આવે છે. ક્ષત્રિય સમાજ અન્ય સમાજે કરેલા ભાજપ વિરુદ્ધના મતદાનથી પરશોત્તમ રુપાલા રાજકોટ બેઠક પરથી હારશે તેવો વિશ્વાસ સંકલન સમિતિના કરણસિંહે વ્યક્ત કર્યો હતો.

શંકરસિંહ આદરણીય, પરંતુ આંદોલન અંગે તેમને અધિકાર નહીં

કરણસિંહે વધુમાં કહ્યું હતું કે, અત્યારે અમે આંદોલનને વિરામ આપી રહ્યા છીએ. અમારા અગ્રણીઓને રંજાડવામાં આવશે તો અમે ફરીવાર આક્રમક થઈ સામે આવીશું. શંકરસિંહ વાઘેલાએ આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી, શંકરસિંહ વાઘેલા અમારા આદરણીય જરૂર છે, પરંતુ આંદોલન અંગે અધિકાર એમનો નથી.

ડંકાની ચોટ પર રુપાલા વિરુદ્ધ મતદાન

સમાજમાં કોઇ દ્વિધા ઉભીના થાય એટલે આજે સ્પષ્ટતા કરાઈ રહી છે. ક્ષત્રિય સમાજે ડંકાની ચોટ પર ભાજપ સામે મતદાન કર્યું છે. પરિણામની ચિંતા કર્યા વગર અમે અમારી લડત લડ્યા છીએ. જય પરાજયની ચિંતા કર્યા વગર લડત લડ્યા છીએ. ક્ષત્રિય સમાજે સહયોગી સમાજ સાથે 80 ટકા મતદાન કર્યું છે.

ચૂંટણી બાદ રુપાલાએ માગેલી માફી અંગે ચર્ચા કરાઈ છે

વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ ચૂંટણી સમયે કરીશું. જે બેઠક પર ક્ષત્રિય સમાજની વસ્તી વધુ હશે ત્યાં બંને પાર્ટીઓ પાસે ટીકીટ માંગીશુ. રૂપાલાએ મતદાન બાદ માંગેલી માફી અંગે પણ સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા થઇ છે. આ બાબતને કોર કમિટી અને અન્ય સંસ્થાઓ વચ્ચે મૂકવામાં આવશે. તમામ સંસ્થાઓ નક્કી કરી માફી અંગે નિર્ણય કરવામાં આવશે.

 

 

 

Next Video