રાજકોટના ગોંડલમાં રુપાલાએ માગેલી માફીથી વાલ્મિકી સમાજમાં રોષ, સુરતમાં કર્યું વિરોધ પ્રદર્શન

|

Mar 31, 2024 | 8:19 PM

વાલ્મિકી સમાજે રુપાલાનું પૂતળા દહન અને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ત્યારે વાલ્મિકી સમાજના અગ્રણીઓની કતારગામ પોલીસે અટકાયત કરી છે. જો આ મામલે રૂપાલા માફી ન માગે તો રાજ્યવ્યાપી ઉગ્ર પ્રદર્શન સાથે એટ્રોસિટીના કાયદા હેઠળ રૂપાલા પર કેસ કરવાની વાલ્મિકી સમાજના અગ્રણીએ ચીમકી આપી છે.

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે હવે સુરતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. અહીં વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટના ગોંડલમાં પરશોત્તમ રુપાલાએ માગેલી માફીથી વાલ્મિકી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી સમયે વાલ્મિકી સમાજને નીચો ચીતર્યાનો વાલ્મિકી સમાજે આરોપ લગાવ્યો છે.

Next Video