ગુજરાતના(Gujarat)પંચમહાલમાં(Panchmahal)યાત્રાધામ પાવાગઢ(Pavagadh) ખાતે છઠ્ઠી વખત પાવાગઢ પરિક્રમા યાત્રાનો(Parikrama Yatra)પ્રારંભ થયો હતો, જેમાં પંચમહાલ દાહોદ , વડોદરા સહીત અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં આવેલા પદયાત્રીઓ આ પરિક્રમામાં જોડાયા હતા. જિલ્લાના તમામ સાધુ સંતો તેમજ પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી છઠ્ઠી પાવાગઢ પરિક્રમા યાત્રા નો પ્રારંભ થયો હતો, બે દિવસ સુધી યોજાનારી પાવાગઢ પરિક્રમાયાત્રામાં મોટી સંખ્યા માં પદયાત્રીઓ જોડાયા છે. આ પદયાત્રીઓ માટે પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા તમામ પ્રકારની પ્રાથમિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
નારાયણ બાપુના આશ્રમ ખાતે રાત્રી રોકાણ કરશે
પરિક્રમાના પ્રારંભે જિલ્લાના સંતો, મહંતો તેમજ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા .પાવાગઢ ખાતે આવેલ વાઘેશ્વરી માતા ના મંદિરથી પરિક્રમા યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો જે ટપલાવાવ હનુમાનજી મંદિર ,પાતાલેશ્વર મહાદેવ, કોટ કાળી મંદિર ,ગેટવે ઓફ પાવાગઢ ,મેડી મદાર, સિદ્ધનાથ મહાદેવ ,તાજપુરા સ્થિત પરમ પૂજ્ય નારાયણ બાપુ ના આશ્રમ ખાતે રાત્રી રોકાણ કરશે.
જ્યારે બીજા દિવસે ધાબાડુંગરી ,ખુણીયા મહાદેવ ત્યાર બાદ પરત વાઘેશ્વરી માતાજીના મંદિરે યાત્રા પૂર્ણ થશે. 44 કિલોમીટર ની આ ઐતિહાસિક પરિક્રમાં યાત્રા માં જોડાવવા માટે 2 હજાર થી વધુ ભક્તોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં કોળી સમાજનું શકિત પ્રદર્શન, કુંવરજી બાવળિયા સહિત અગ્રણી નેતાઓએ કહી આ વાત
આ પણ વાંચો : અમદાવાદ બન્યું કોરોનાનું હોટસ્પોટ, હોસ્પિટલ એસોસિએશનના પ્રમુખે વ્યક્ત કરી આ ચિંતા