Gandhinagar : સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી, ધોરણ-1થી8ના શાળા સમયમાં ફેરફાર થતા વાલીઓનો વિરોધ, જુઓ Video

|

Mar 20, 2024 | 2:56 PM

ગાંધીનગરમાં આવેલી સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. નવા સત્રમાં ધોરણ 1થી 8ના સમયમાં ફેરફાર થતા વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. વાલીઓ દ્વારા શાળાનો સમય બપોરનો ન રાખીને સવારનો જ રાખવા માગ કરવામાં આવી છે. 

ગાંધીનગરની સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલનો અત્યાર સુધી સમય સવારનો હતો. જો કે હવે નવા સત્રથી ધોરણ 1થી 8ના શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાળાનો સમય બપોરનો કરી દેવામાં આવ્યો છે. જેના પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શાળાના આ નિર્ણય સામે વાલીઓએ વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો- અમદાવાદમાં હવે નિયમ ભંગ કરશો તો ખેર નહીં, AI સોફ્ટવેરના આધારે નિયમ તોડનારને ચલણ મોકલાશે, જુઓ Video
સમય ફેરફારને લઇ મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પાસે એકત્ર થયા હતા. વાલીઓનો આક્ષેપ છે કે અંગ્રેજી માધ્યમમાં લોકોને સાચવવા સ્કૂલનો સમય બદલ્યો છે. ધર્મના નામે શિક્ષણનો પણ વેપાર કરતા હોવાનો પણ આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ગૃહકાર્ય માટે શિક્ષકો વાલીઓને મન-મરજીથી ફોન કરતા હોવાનું પણ વાલીઓએ જણાવ્યુ હતુ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video