Kutch : ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા – પિતા બન્યા ભિક્ષુક ! બાળકોએ કર્યો ચોકાવનારો ખુલાસો, જુઓ Video

|

May 16, 2024 | 5:11 PM

માતા -પિતા પોતાના વ્હાલસોયા સંતાનોને ક્યારેય પોતાનાથી દૂર જવા નથી દેતા. પરંતુ જો સંતાન ગુમ થઈ જાય તો માતા -પિતા પર જાણે આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાય છે. આવી જ કંઈક ઘટના કચ્છમાંથી સામે આવી છે.

કચ્છના મુન્દ્રામાંથી મૂળ બિહારના પરિવારના બે બાળકો જાન્યુઆરી મહિનામાં ગુમ થયા હતા. જેને શોધવા માતા – પિતાએ જે સંઘર્ષ કર્યો તે કોઈ ફિલ્મી કહાનીને ટક્કર મારે એવો છે. જેઓ પોતાના સંતાનોને શોધવા ભિક્ષુક બન્યા હતા. 15 જાન્યુઆરીએ રાહુલ અને અર્પિત ઘરેથી રમતા રમતા નીકળ્યા હતા. જે બાદ ઘરે પરત ફર્યા ન હતા. બાળક ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સ્થાનિક પોલીસે તમામ રાજ્યોને બાળકોની તસવીર મોકલી હતી. ઘણા દિવસો બાદ પણ પુત્રોની ભાળ ન મળતાં આખરે માતા – પિતાએ પોતાના પુત્રોને જાતે શોધવા નીકળ્યા હતા. મુંબઈ, ગોવા, પુનાથી નેપાળ સુધીના શહેરોમાં જઈ વિવિધ સ્થળોએ તપાસ કરી હતી. ત્યાર બાદ તેઓ બાગેશ્વર ધામ પણ ગયા હતા. ત્યારબાદ ગુમ થયેલા બે સંતાનોને શોધવા માતા -પિતાએ ભિક્ષુકનો વેશ ધારણ કર્યો હતો. વિવિધ શહેરોમાં ફરવાનું શરુ કર્યુ છે.

માતા -પિતાએ ધારણ કર્યો ભિખારીનો વેશ

આ સમય દરમિયાન ભિખારીઓ પાસેથી રાજસ્થાનના બિકાનેરમાં એક બાળકની વાત મળી હતી. ત્યાં તપાસ કરતા બિકાનેર પોલીસના સહયોગથી ત્યાંના બાળકેન્દ્રમાંથી પુત્ર અર્પિત મળી આવ્યો હતો. આમ મુન્દ્રાના દંપતીએ બંને પુત્રોને બિકાનેર-હાવડાથી શોધી કાઢ્યા હતા.

તો અર્પિતે પોતે ભીખ મંગાવતી એક ગેંગની ચુંગાલમાં ફસાઈ ગયો હોવાનો ખુલાસો કર્યો હતો. વધુ ભીખ મળે તે માટે તેનું મૂંડન પણ કરાવાયું હતું. જેની પકડમાંથી તે પોતે હેમખેમ નાસી છૂટ્યો હતો. પોલીસને શરણે ગયો હોવાનું જણાવ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video