Valsad : પેપરની મિલમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video

Valsad : પેપરની મિલમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 05, 2025 | 12:54 PM

ગુજરાતમાં માર્ચ મહિનો આવતાની સાથે આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. વાપી બાદ વલસાડની એક કંપનીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે પેપરની મિલમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગુજરાતમાં માર્ચ મહિનો આવતાની સાથે આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. વાપી બાદ વલસાડની એક કંપનીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે પેપરની મિલમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મિલમાં પેપરનો જથ્થો વધુ હોવાથી વિકરાળ આગ લાગી હતી.

વલસાડ, અતુલ, વાપીના ફાયર ફાયટરો ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે મળતી માહિતી અનુસાર આગ ક્યાં કારણોસર લાગી હતી જેની જાણકારી પ્રાપ્ત થઈ નથી. પરંતુ સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

મરચા ભરેલા ટ્રકમાં લાગી ભીષણ આગ

બીજી તરફ રાજકોટના જામકંડોરણાના ચિત્રાવડ ગામે મરચા ભરેલા ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના બની છે. મરચા લઇને ગોંડલ યાર્ડ જતા સમયે ટ્રકમાં આગ લાગી હતી. આગમાં ટ્રક અને મરચાની બોરીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.