Panchmahal: કાલોલમાં રેફરલ હોસ્પિટલને સ્થાનિકોએ કરી તાળાબંધી, જુઓ Video

|

Mar 01, 2023 | 12:02 AM

Panchmahal: પંચમહાલમાં કાલોલ રેફરલ હોસ્પિટલને સ્થાનિકોએ તાળાબંધી કરી. સતત તબીબોની અછત અને સ્ટાફની ગેરવર્તણુકથી રોષે ભરાયેલા સ્થાનિકોએ હોસ્પિટલને તાળાબંધી કરી આક્રોષ વ્યક્ત કર્યો છે.

પંચમહાલમાં કાલોલ રેફરલ હોસ્પિટલની સ્થાનિકોએ તાળાબંધી કરી છે. સતત તબીબોની અછત અને સ્ટાફની ગેરવર્તણૂકથી ત્રસ્ત સ્થાનિકોએ હોસ્પિટલની તાળાબંધી કરી આક્રોશ વ્યક્ત કર્યો છે. યોગ્ય અને નિયમિત સારવાર ન મળતા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે. પરિણામે ભારે આર્થિક બોજ પડતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સાથે છેલ્લા ઘણા સમયથી આયુષ તબીબના ભરોસે હોસ્પિટલ ચાલતી હોવાનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યા છે.

તો બીજી તરફ સ્થાનિકોના આક્ષેપો સામે તંત્રએ રેફરલ હોસ્પિટલનો બચાવ કર્યો છે. સમગ્ર મામલે કાલોલ THOએ જણાવ્યું કે હોસ્પિટલના તબીબો રજા પર ગયા હોવાથી હોસ્પિટલમાં તબીબોની અછત છે.

આ પણ વાંચો: Panchmahal: હાલોલમાં પર્યાવરણલક્ષી નવતર પ્રયોગ, પ્લાસ્ટિકની નકામી બોટલમાંથી 36 મીટરની વોલ અગેન્સટ કલાઇમેટ ચેન્જ બનાવાઇ

છેવાડાના અંતરિયાળ વિસ્તારના ગામોમાંથી આવતા ગ્રામીણ દર્દીઓની ડૉક્ટર દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવતી નથી. જેના કારણે દર્દીઓને સારવાર માટે હાલાકી ભોગવવી પડે છે. અનેકવાર રેફરલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવે છે. જેના કારણે  હોસ્પિટલની નિષ્ક્રીયતાથી કંટાળી ત્રસ્ત થયેલા સ્થાનિક લોકો આજે કાલોલ રેફરલ હોસ્પિટલમાં તાળાબંધી કરી હતી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નિમેષ દોશીને પૂછતા તેમણે જણાવ્યું કે ફરજ પરના ડોકટર કોઈના કોઈ કારણોસર રજા ઉપર છે.

Published On - 11:58 pm, Tue, 28 February 23

Next Video